Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ કોલેજ પાસે તમામ એસ.ટી.બસોનુ કાયમી સ્ટોપેજ આપવા પ્રજાજનોની માંગ..

Share

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરના પૂર્વ છેડે ત્રણ રસ્તે તમામ એસ.ટી.બસોનુ કાયમી સ્ટોપેજ છે અગાઉ સિવિલ હોસ્પિટલ ખાતે પણ કાયમી સ્ટોપેજ હતું જયા હાલ લાંબા રૂટની તથા એક્સપ્રેસ બસો ઉભી રહેતી નથી ત્યારે ગામની આથમણી દિશામાં હાલના બસસ્ટેન્ડથી ત્રણ કિ.મી. દૂર પ્રાંતિજ કોલેજ (લાધિયાના વડ)એ કાયમી બસસ્ટોપ આપવામાં આવે તો ભણતાં વિધાર્થીઓ તથા ગલેચી ભાગોળ આજુબાજુ રહેતા લોકો માટે રાહતરૂપ નિવડે તેમ છે. પ્રાંતિજની એકમાત્ર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભણે છે તેમા ભણતાં છોકરા-છોકરીઓ તાજપુર, મજરા, ચંદ્રાલા,સલાલ, પોગલુ સહિત આજુબાજુના ગામોમાંથી નિયમિત અપડાઉન કરે છે તેઓને લોકલ બસ ના મળે તો ત્રણ રસ્તે ઉતરી રીક્ષા ભાડાં ખર્ચીને કે ત્રણે’ક કિ.મી. ચાલીને કોલેજ પહોંચવું પડે છે જેના પગલે નાણાં અને સમયનો વ્યય થાય છે. ગામની આથમણી દિશાએ કોલેજ ખાતે લોકલ, લાંબા રૂટની એક્સપ્રેસ તથા ગુર્જરનગરી બસોનું પણ કાયમી સ્ટોપેજ આપવામાં આવે તો કોલેજ સ્ટાફ તથા વિધાર્થીઓનો વેડફાતો સમય તથા નાણાં બચે એમ છે ઉપરાંત નગરના ગલેચીભાગોળ, હરિજનવાસ, વ્હોરવાડ, તુરીવાસ, સુમરાવાસ તથા તે બાજુની સોસાયટીઓમાં રહેતા લોકોને પણ આ બસસ્ટોપ ઉપયોગી બને એમ છે તો જૈનોના ધાર્મિકસ્થળ મહુડી જવાનો ફાંટો પણ નજીકમાં છે ત્યારે નવનિર્વાચિત ધારાસભ્ય તથા રાજકીય આગેવાનો આ પ્રશ્ને રસ દાખવે તેવી લોકલાગણી છે.

એસ.ટી.નિગમના હિંમતનગરના ડિવિઝન કન્ટ્રોલર તથા પ્રાંતિજ ડેપો મેનેજર પ્રજાની લાગણી અને માંગણીને ધ્યાને લઈ સત્વરે કોલેજ પાસે કાયમી બસસ્ટોપ આપે તે જરૂરી છે. સાથે સાથે ડ્રાયવર-કન્ડકટરોને બસો ઉભી રાખવા આદેશ કરે તેવી જાગૃતજનોની માંગ છે

Advertisement

Share

Related posts

માંગરોળ : જવાહર નવોદય વિદ્યાલય દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળવા વિદ્યાર્થીઓ અને વાલીઓને અનુરોધ કરાયો.

ProudOfGujarat

કેવડી ગામનાં કોરોના વાયરસ પોઝીટીવ દર્દીનાં સંપર્કમાં આવેલા વધુ બે ખેડૂતોનાં રીપોર્ટ પોઝીટીવ આવતા કુલ ચાર કેસ નોંધાયા તંત્રની ચિંતામાં વધારો.

ProudOfGujarat

ભરૂચના સ્ટેશન વિસ્તારની એક હોટલમાં રસોડાની ચીમનીમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!