Proud of Gujarat
GujaratFeaturedINDIA

પોરબંદરની ભોરાસર સીમ શાળાના વિધાર્થીઓએ ગુજરાતના સૌથી ઊંચા પર્વત પરના શિખર પર પ્રવાસ કરી ટ્રેકિંગ કર્યું.

Share

દર વર્ષે મોટાભાગે શિયાળામાં શાળાઓ મારફત વિદ્યાર્થીઓના સહઅભ્યાસિક પ્રવૃતિઓના ભાગે પ્રવાસ કરવામાં આવતો હોય છે. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની શ્રી ભોરાસર સીમ શાળા – રાણાવાવ તા. 10.12.2022 અને 11.12.2022 ના રોજ શનિવાર, રવિવાર રજાના દિવસે એ કાઇક અનેરી રીતે વિદ્યાર્થીઓમાં સાહસિક વિકાસ થાય, પર્યાવરણ પ્રત્યે જાગૃત બને તેમજ પોતે પણ શારીરિક રીતે મજબૂત બને એ માટે જૂનાગઢમાં આવેલ ગિરનાર પર્વત પર આવેલ અંબે માતાજીના મંદિરે, ગુજરાતના સૌથી ઊંચા પર્વત પરના શિખર શ્રી ગુરૂ ગોરખનાથ શિખર તેમજ શ્રી ગુરૂ દતાત્રેય શિખર પર ટ્રેકિંગ કરી પ્રવાસની સાથે સાથે પર્યાવરણ ને પણ માણેલ છે. ટ્રોલી, ડોલી કે રોપ- વે નો ઉપયોગ કર્યા સિવાય વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સાથે આવનાર વાલીઓએ આ 11000 (અગિયાર હજાર) પગથિયાં ચડવા અને પરત ફરવા એ 22000 (બાવીસ હાજર) જેટલા પગથિયાં 7 કલાકમાં પૂરા કરી પરત ફરેલ છે. સાથે સાથે જુનાગઢમાં આવેલ ભવનાથ મહાદેવ મંદિર, મૃગી કુંડ, દામોદર કુંડ, અશોક શિલાખેલ, વિલીન્ડન ડેમ વગેરે સ્થળે એ પ્રવાસ કરી જ્ઞાન સાથે ગમત મેળવેલ છે. પ્રવાસમાં ધોરણ 5 થી 8 કુલ 19 કુમારોનો સમાવેશ કરેલ હતો જેમાં મોકરિયા વરૂણ ધોરણ – 5, ચુંડાવદરા પાર્થ ધોરણ – 5, જોષી અર્પિત ધોરણ – 5, મોકરિયા પ્રદીપ ધોરણ – 5, જમરિયા પ્રતિક ધોરણ – 5, એરડા નૈતિક ધોરણ – 5, પરમાર દિવ્યજિત ધોરણ – 5, શિંગડીયા રવી ધોરણ – 6, મોઢવાડીયા અભ્ય ધોરણ – 6, મોકરિયા ભવ્ય ધોરણ – 6, સિદ્ધપુરા વિર ધોરણ – 7, બારડ ધવલ ધોરણ – 7, જોષી અંકિત ધોરણ – 7, ભયડીયા નિલેશ ધોરણ – 7, મોકરિયા જય ધોરણ – 8, મોકરિયા કિશન ધોરણ – 8, પરમાર રણજીતધોરણ – 8, ગોવિંદવિરા નીતિન ધોરણ – 8 ભુવા રાજ ધોરણ – 8 નો સમાવેશ થયેલ હતો.

પ્રવાસમાં શાળાના આચાર્ય લાખાભાઈ ચુંડાવદરા, શિક્ષક હિરેનભાઈ મોઢા, યોગેશભાઈ માવદિયા તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ સુભાષભાઈ ભૂવા, વાલીઓમાં ગોપાલભાઈ ભૂવા, કાનજીભાઈ લગધીર, મહેશભાઈ જોશી, હરસુખભાઈ ભુવા વગેરે પણ પ્રવાસ અને ટ્રેકિંગને સફળ બનાવવા યોગદાન આપેલ છે. આ તકે શાળા વ્યવસ્થાપન સમિતિ શ્રી ભોરાસર સીમ શાળા – રાણાવાવ વતી તમામનો આભાર માનવામાં આવે છે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં આજે સાંજે યોજાશે નિ:શુલ્ક ડ્રોન શો, 600 ડ્રોન ઉડશે આકાશમાં.

ProudOfGujarat

ભરૂચ : ગંધાર પેટ્રોકેમિકલ્સ કર્મચારી યુનિયન દ્વારા દહેજ ખાતે કોવિડ હોસ્પિટલ ઊભી કરવા મુકેશ અંબાણીને રજુઆત કરવામાં આવી.

ProudOfGujarat

ડૉ. સાગરને, જેમણે સુપરહિટ પોલિટિકલ ડ્રામા, મહારાણી સીઝન 2 માટે આકર્ષક ગીતો લખ્યા છે, અને સૂર રોહિત શર્મા દ્વારા રચવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!