શહેરના ચાંદખેડા વિસ્તારમાં કોપર સ્ક્રેપના વેપારી સાથે 11 લાખની છેતરપિંડી થઈ હતી. આરોપીએ બાકીની 11 લાખની રકમનો ચેક આફ્યો હતો.પરતું ખાતામાં બેલેન્સ ન હોવાને કારણે તે ચેક બાઉન્સ થયો હતો. આ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મુંબઈ સ્થિત એસ્ટોન પ્રોસેસર્સ પ્રા.લિમિટેડ કંપની, જે કોપર, એલ્યુમિનિયમ જેવી મેટલનું લે-વેચ કરે છે. જેના માર્કેટિંગ મેનેજર અર્જુન પટેલે ચાંદખેડાના શાશ્વત સોનીએ પોતાની કંપનીના 15 ટન કોપરનો સ્ક્રેપ વેચવા અર્જુન પટેલને મેસેજ અને કોલથી વાત કરી હતી.
શાશ્વત પટેલે કોપરનો સ્ક્રેપ લેવા અર્જુન પટેલને દસક્રોઈના ચાંદીયેલ સ્થિત અંશ રિયાલિટી કંપનીના ગોડાઉન પર ઓક્ટોબર મહિનામાં બોલાવેલા અને 7 ટન સ્ક્રેપ વેચવા તૈયારી બતાવી હતી. કોપર સ્ક્રેપ કિલોના 603નો ભાવ નક્કી કરી કનફર્મેશન મેલ અને પરચેશ ઓર્ડર પણ આપેલો હતો. એડવાન્સ પેટે વાતચીત મુજબ 33,90,701 અર્જુન પટેલે શાશ્વત સોનીના એસબીઆઈ એકાઉન્ટમાં જમા આપ્યા હતા. આમ છતાં શાશ્વત સોનીએ ખાતામાં પૈસા જમા આવ્યા નથી કહી માલની ગાડી મોકલી ન હતી.
જો કે, તેણે ખાતામાં પૈસા ભરયાની સ્લીપ પણ બતાવી હતી. પરતું તે પૈસા ખાતામાં જમ થયા ન હતા. ત્યાર બાદ તેણે બીજા દિવસે પણ તેના નાનીનું મૃત્યુ થયું હોવાનું બહાનું નીકાળ્યું હતું. જેથી તેને શંકા જતા તે કંપનીમાં પુછપરછ કરાવી હતી જયા તેને જાણવા મળ્યું કે તેની સાથે છેતરપિંડી થઈ છે