Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતનું કોલ્ડચેઈન બજાર વર્ષ 2022 માં રૂ.1.28 લાખ કરોડનું છે જે વર્ષ 2027 સુધીમાં રૂ.2.86 લાખ કરોડથી વધુ થવાની શકયતા.

Share

રેફ્રિજરેશન અને કોલ્ડચેઈન ઈન્ડસ્ટ્રીના સોલ્યુશન્સ અંગેના દક્ષિણ એશિયાના સૌથી મોટા પ્રદર્શન અને કોન્ફરન્સ રેફકોલ્ડ ઈન્ડીયાની પાંચમી એડિશન યોજાઇ ગઇ જેમાં ગ્લોબલ કોલ્ડચેઈન માર્કેટ વર્ષ 2020માં 4.4 અબજ ડોલરનું હતું તે વૃધ્ધિ પામીને વર્ષ 2028 સુધીમાં 15.8 ટકાના એકંદર સરેરાશ વૃધ્ધિ દરથી આગળ ધપી રહ્યું છે. ભારતનું કોલ્ડચેઈન બજાર વર્ષ 2022 માં રૂ.1.28 લાખ કરોડનું છે તે 14.3 ટકાના એકંદર સરેરાશ વૃધ્ધિ દર સાથે વર્ષ 2027 સુધીમાં રૂ.2.86 લાખ કરોડથી વધુ થવાની ગણતરી છે.

ભારતમાં હાલમાં 36 મિલિયન મે.ટન ક્ષમતા ધરાવતા 8200 થી વધુ કોલ્ડ સ્ટોરેજ છે. આ ક્ષમતા વિશ્વમાં સૌથી મોટી ગણાય છે. અહીં એ બાબતની નોંધ લેવી જોઈએ કે ભારતે હજુ ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે, કારણ કે ભારતમાં 69,000 ની જરૂરિયાત સામે 10,000 પેક હાઉસીસ છે તથા 60,000 રિફર વાહનોની જરૂરિયાત સામે 10,000 રિફર વાહનો છે. ફળ પકાવવા માટેની ચેમ્બર્સ માત્ર 1,000 છે, જ્યારે તેની કુલ જરૂરિયાત 9,000ની છે. રેફકોલ્ડનો ઉદ્દેશ આ ઊણપ પૂરી કરીને ખેડૂતોની આવક બમણી કરવાનું વડાપ્રધાનનું સપનું સાકાર કરવાનો છે. રેફકોલ્ડ ઈન્ડીયાનું આયોજન ઈન્ડીયન સોસાયટી ઓફ હીટીંગ, રેફ્રિજરેશન એન્ડ એરકન્ડીશનીંગ એન્જીનિયર્સે (ISHRAE) કર્યું છે

Advertisement

Share

Related posts

ટીબી રોગ નિર્મુલન કરવા ધોળકા તાલુકાનાં ખાનગી તબીબો માટે આરોગ્ય વિભાગ ધ્વારા સી.એમ.ઈ.નું આયોજન કરવામાં આવ્યું…

ProudOfGujarat

વાંકલનાં ઝંખવાવ ગામે કૃષ્ણ જન્મ ઉત્સવ નિમિત્તે શોભાયાત્રા,મટકી ફોડના કાર્યક્રમો યોજાયા

ProudOfGujarat

અંકલેશ્વર શારદા ભવન ટાઉનહોલ ખાતે ભરતનાટ્યમ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!