Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ : EWS આવાસનો હપ્તો ન ભરનાર 5 હજાર લાભાર્થીને નોટિસ અપાશે.

Share

અમદાવાદ મ્યુનિ.એ બનાવેલા ઈડબલ્યુએસના મકાનોમાં 5 હજાર લાભાર્થીઓએ બે કે ત્રણ હપ્તા ભર્યા પછી એકેય હપ્તો ભર્યો નથી. આવા લાભાર્થીઓ સામે મ્યુનિ.એ કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. હપ્તો નહીં ભરનારા 5 લાભાર્થીને નોટિસ અપાશે. નોટિસ આપ્યા પછી પણ જો તેઓ હપ્તાની ૨કમ નહીં ભરે તો ફાળવણી રદ કરી તેમના મકાન બીજાને ફાળવી દેવાશે તેવું સ્ટેન્ડિંગ કમિટીમાં નક્કી થયું છે. ઈડબલ્યુએસના લાભાર્થીઓ દ્વારા ભરવામાં આવતાં હપ્તા બાબતે સ્ટેન્ડિંગમાં ચર્ચા વખતે એ બાબત ધ્યાનમાં આવી હતી કે, 5 હજાર લાભાર્થીઓ એવા છે જેમણે મ્યુનિ.એ ફાળવેલા મકાનોના એક કે બે હપ્તા ભર્યા બાદ હપ્તા ભરવાનું બંધ કરી દીધું છે. જો આ લાભાર્થીઓને ઈડબલ્યુએસના મકાનોની આવશ્યકતા ન હોય તો આવા મકાનો અન્ય લાભાર્થીને મળી શકે તે માટે ફાળવણી રદ કરી નવેસરથી ફાળવણી કરી શકાય તે બાબતે ચર્ચા થઇ હતી. જે બાદ આગામી દિવસોમાં 5 હજારથી વધારે લાભાર્થીઓને મ્યુનિ. નોટિસ પાઠવશે અને તેમની ફાળવણી રદ કેમ ન કરવી તેનો ખુલાશે પૂછાશે. તે ઉપરાંત તેમના દ્વારા ભરવામાં આવેલી રકમ પણ તેમને પરત કરી દેવામાં આવશે. જ્યારે બાદમાં આ મકાનો અન્યને ફાળવવામાં આવશે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં જામતો જતો વિધાનસભા ચૂંટણીનો રંગ – કોંગ્રેસે આપેલા ૮ વચન, લોકો સુધી પહોંચાડવા કાર્યકરો કામે લાગ્યા.

ProudOfGujarat

સાર્વજનિક હાઇસ્કૂલ કાવીના પટાંગણમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને વૃક્ષારોપણનો સંયુક્ત કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

રાજપીપળા : સમગ્ર દિવસ દરમિયાન અસહ્ય ગરમી બાદ રાત્રે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!