Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં વરીયા કારીગરો માટે વિશિષ્ટ વર્કશોપનો પ્રારંભ.

Share

વડોદરામાં રાજા રવિ વર્મા સ્ટુડિયો ખાતે ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસ, વડોદરા કેન્દ્ર દ્વારા વરીયા કુંભાર માટે અનોખા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લગભગ ૧૫ જેટલાં વરીયા કુંભાર માટીના ઘોડા સહિત માટીના વિવિધ નાનાં મોટાં ઘોડા, હાથી, ઊંટ વગેરે જીવંત રીતે બનાવીને ત્યાં જ સ્ટુડિયોની બહાર આવેલ ઝાડ નીચે તેનું જાતર તરીકે તેનો ઉત્સવ ઉજવવામાં આવશે.

આ વરિયા કુંભાર ભાઈ બહેનોએ અલગ અલગ ગામમાંથી અહીં આવીને તેમની કલાકારી પ્રસ્તુત કરી છે. તેમની માટીની અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવવા માટે ખાસ ડિઝાઇન અને કાર્યશૈલી માટે પ્રખ્યાત છે. તેઓ મોટેભાગે ગુજરાતના વડોદરા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર અને જાંબુવા વિસ્તારોમાં ફેલાયેલા છે.

આર્ટ ક્યુરેટર અવની વર્માએ જણાવ્યું હતું કે, “હું વરિયા સમુદાયના કુમ્હાર પરિવાર સાથે સંકળાયેલ છું અને આ કલાકારો સાથે મળીને કલાનો નમૂનો તૈયાર કરું છું. IGNCA એ મને એક કલાકાર તરીકે રાજ્યના વિવિધ ભાગોમાંથી આવતા કલાકારો સાથે કામ કરવા માટે અહીં આમંત્રણ આપ્યું હતું. સૌપ્રથમ તેઓ આર્ટ તૈયાર કરે છે અને પછી તેને ભાથીમાં શેકશે અને વડોદરાના રાજા રવિ વર્મા સ્ટુડિયો પાસે પરંપરા મુજબ ઝાડ નીચે ટેમ પ્રદર્શિત કરશે. અમે હાલમાં બે પ્રકારના માટીના તળાવ અને ટેરાકોટાનો ઉપયોગ કરી રહ્યા છીએ. હાલમાં 200 થી 300 વરિયા પરિવારો આ કલા સાથે જોડાયેલા છે અને તમામ વડીલો છે. યંગસ્ટર્સ પરંપરાને અનુસરતા નથી અને આ કલાને ફરીથી જીવંત બનાવવાનો અમારો પ્રયાસ છે. કલાકારો ટકાઉ ઉત્પાદનોનો ઉપયોગ કરી રહ્યા છે અને તેમને સ્થાનિક રીતે તૈયાર કરી રહ્યા છે તેથી ટકાઉ જીવન જીવે છે. દરેકને આ ટકાઉ જીવન તરફ લઈ જવાનો આ પ્રયાસ છે.”

વડોદરા ખાતેના રાજા રવિ વર્મા સ્ટુડિયોને રીનોવેટ કરનાર IGNCA ના રીઝનલ ડાયરેક્ટર અરૂપા લહેરી એ જણાવ્યું હતું કે, ” રાજા રવિ વર્મા એક સારા ચિત્રકાર હતા. એમની સ્મૃતિમાં આ સ્ટુડિયો બનાવવામાં આવ્યું હતું.પરંતુ આ એટલું પૂરતું નથી, ત્યારે અમે નિર્ણય લીધો કે, આ સ્ટુડિયો અલગ અલગ સ્થાનિક અને લોકલ કારીગરો કે જેઓ પોતાની કળાને જીવંત રૂપ આપી શકે તેમજ લુપ્ત થતી કલાને સાચવી રાખીને આજના યુવાઓ આપણી વિલુપ્ત થતી સંસ્કૃતિ વિશે માહિતગાર થાય હેતુથી આ સ્ટુડિયોને અમે દરેક કારીગરો માટે ખુલ્લો મુક્યો છે. અહીં સમયાંતરે કોઇ ને કોઇ કલા કારીગરી જીવંત રૂપ લેતી હોય છે. જેથી કરીને આવા લોકોને એક સ્થાન અને સ્ટેજ મળી રહે અને રાજા રવિ વર્મા સ્ટુડિયો પણ એક ચિત્રકાર હોવાના નાતે જીવંત બની રહે અને એનું હોવાપણુ સાર્થક રહે.

Advertisement

Share

Related posts

કરજણના સાંસરોદ ગામમાં હજરત સૈયદ હસન અશ્કરી મિયા સાહેબે મસ્જીદના નવનિર્મિત વુઝુંખાનાનું ઉદઘાટન કર્યું.

ProudOfGujarat

જેસીઆઇ ભરૂચ દ્વારા રસિકરણ કેન્દ્રનું ઉદઘાટન કરાયું.

ProudOfGujarat

આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!