ગાંધીનગર બાર એસોસિએશનમા હવે ચૂંટણી નક્કી થઇ ગઇ છે. આગામી 16 ડિસેમ્બરના રોજ ગાંધીનગર બાર રૂમમાં મતદાન યોજશે. ત્યારે એસોસિએશનમાં હોદેદાર બનવા માટે હવે પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઇન્ટ સેક્રેટરી પદ માટે મતદાન થશે. જ્યારે લાયબ્રેરિયન, મહિલા પ્રતિનિધિ, ખજાનચી અને કારોબારી સભ્યો બિનહરીફ થઇ ગયા છે. એક ચૂંટણી પૂરી થયા પછી તુરંત ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણીના નગારા વાગી ચૂક્યા છે.
બુધવારે એસોસિએશનની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો, જેમા ચૂંટણીનુ ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે. ફોર્મ ભરવાના સમયે કુલ 8 પદ માટે 34 ઉમેદવારોએ ચૂંટણી મેંદાનમાં ઝંપલાવી દીધુ હતુ. પરંતુ આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે પ્રમુખ પદના બે ઉમેદવાર અને જોઇન્ટ સેક્રેટરી પદના એક ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચવામા આવ્યુ છે. તે ઉપરાંતના લાયબ્રેરિયન, મહિલા પ્રતિનિધિ, ખજાનચી અને કારોબારી સભ્યો બિનહરીફ થઇ ગયા છે. હવે પ્રમુખ પદ માટે કૌશિક શ્રીમાળી, મુકેશ પ્રજાપતિ, જીતેન્દ્ર પટેલ, બળદેવ પરમાર, રાજેન્દ્રસિંહ રાઓલ, ઉપપ્રમુખ માટે પી.ટી. અમીન, સી.કે. ત્રિવેદી, એ.બી.ઠાકોર, જયેશ પટેલ, તેજશ દવે, રામચંદ્ર ત્રિવેદી, ભુપેન્દ્રસિંહ ગોહિલ, અમિતા ભાવસાર, સેક્રેટરી પદ માટે એન.કે.મકવાણા, સંજયસિંહ વાઘેલા, ડી.એચ.પટેલ, કિરીટ આસોડીયા, હસમુખ પટેલ અને જોઇન્ટ સેક્રેટરી પદ માટે એફ.કે. મનસુરી અને રાજેન્દ્રસિંહ ચાવડાએ ઉમેદવારી કરી છે.
આજે ગુરુવારે 8 ડિસેમ્બરે ઉમેદવારની યાદી અને 16 ડિસેમ્બરના રોજ મતદાન અને પરિણામ જાહેર કરવામાં આવશે. બાર એસોસિએશનમા ચૂંટણીને લઇ ગરમાવો જોવા મળી રહ્યો છે. બાર એસો.ની ચૂંટણીને લઇ ગરમાવો ફેલાયો છે.