Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચની કે.જે પોલીટેક્નિક કોલેજ ખાતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તમામ પાંચ વિધાનસભા બેઠકોની મતગણતરી કરાઇ.

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં આવતી ભરૂચ જિલ્લાની તમામ પાંચ વિધાનસભા બેઠકોની મતગણતરી આજે સવારે ૮ કલાકથી શરૂ કરવામાં આવી હતી. ભરૂચ, વાગરા, જંબુસર,અંકલેશ્વર અને ઝઘડિયા બેઠક પર થયેલ મતદાનની ગણતરી શરૂ કરવામાં આવી હતી.

ભરૂચની કે.જે પોલીટેક્નિક કોલેજ ખાતે યોજાયેલ મતગણતરીમાં ૧૪ જેટલા ટેબલ મુકવામાં આવ્યા હતા, જ્યાં એક ટેબલ પર એક સુપરવાઈઝર, એક આસી, સુપર વાઇઝર, એક માઈક્રો ઓબ્ઝર્વર અને એક ચૂંટણી અધિકારીની જોતરાયા હતા તેમજ તમામ ઉમેદવારોના ચૂંટણી એજન્ટો સામે ઇવીએમ ના સિલ તોડી ગણતરી પક્રિયા શરૂ કરાઇ હતી.

મત ગણતરીના સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે આખે આખો કોલેજ કેમ્પસ અને કોલેજ માર્ગ પોલીસ છાવણીમાં ગોઠવી દેવાયો હતો,. ભરૂચ જિલ્લામાં ચૂંટણી પરિણામો વચ્ચે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે કોલેજ રોડને તંત્ર દ્વારા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.

ગણતરી પક્રિયા દરમિયાન પોલીસ વિભાગ તરફથી ૧ એસ.પી ૫ ડીવાયએસપી ૧૬ પીઆઇ ૩૭ પીએસઆઇ ૫૭૨ પોલીસ જવાનો, સીએપીએફ ની ૪ પ્લાટુન તેમજ હોમગાર્ડના ૨૮૮ જેટલા કર્મીઓ ફરજમાં તૈનાત કરવામાં આવ્યા હતા.

Advertisement

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

લીંબડી કેળવણી મંડળનાં શિક્ષક દ્વારા જરૂરીયાતમંદને કિટ વિતરણ કરાઇ

ProudOfGujarat

કેવડિયા કોલોની પાસે ફરી એકવાર સ્થાનિક ગરીબ પરિવારોની રોજગારી છીણવવામાં આવી.

ProudOfGujarat

માંગરોળ : ડુંગરી ગામની કિશોરીને પાણી ગરમ કરવાના હીટરથી કરંટ લાગતા કરૂણ મોત નિપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!