ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમીમાં શાળાના આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સીબીએસઈ ક્લસ્ટરમાં કબડ્ડી ટીમ વાઘોડિયા ખાતે મોકલવામાં આવી હતી. જેમાં શાળા તરફથી GIRLS KABADDI TEAM પ્રથમ વખત સ્પર્ધામાં ભાગ લીધો અને નોંધપાત્ર પ્રદર્શન કરી ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત પબ્લિક સ્કૂલ, વાઘોડિયામાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. GIRLS KABADDI TEAM સીબીએસઈ ક્લસ્ટર-૧૩ ત્રીજા ક્રમે આવી તે શાળા માટે ગૌરવ પૂર્ણ છે.
પ્રાર્થનસભામાં આચાર્ય દ્વારા સમગ્ર GIRLS KABADDI TEAMને બિરદાવી હતી.મેડલ્સ અને સર્ટિફિકેટ દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યાં હતાં. સમગ્ર GIRLS KABADDI TEAMને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. શાળા દ્વારા રમત ગમતનાં શિક્ષકો દ્વારા પ્રેક્ટિસ અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.
વિનોદ મૈસુરિયા : વાંકલ
ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી, સીબીએસઈ ક્લસ્ટર-૧૩ વેસ્ટ ઝોનમાં કબડ્ડી ટીમ વાઘોડિયા ખાતે સ્પર્ધામાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો.
Advertisement