Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલમાં મતગણતરી માટે ચૂંટણી તંત્ર સજ્જ.

Share

નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તાર માટે ૮ મી ડિસેમ્બરના રોજ સવારે ૦૮ કલાકે હાથ ધરાનારી મત ગણતરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા રાજપીપલામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલના વ્યાયામ હોલ અને આનંદ ભવન ખાતે મતગણતરી પ્રક્રિયા અંગેની તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવાની સાથે મત ગણતરી માટે તમામ પ્રકારની સુચારૂ વ્યવાસ્થા ગોઠવવામાં આવી છે.

આ મતગણતરી પ્રક્રિયા સંદર્ભે નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટ અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયેલા વિવિધ પ્રતિબંધાત્મક આદેશોના અમલ સાથે ECI ની માર્ગદર્શિકા મુજબ પોસ્ટલ બેલેટ અને EVM મારફત મત ગણતરીની કામગીરી નિયત કરાયેલા ટેબલ અને રાઉન્ડની સંખ્યા મુજબ મત ગણતરી માટે કેન્દ્રીય ચૂંટણીપંચ તરફથી નિમાયેલા નિરીક્ષક ટી.વી.સુભાષ અને ઉમેશ પ્રકાશ શુકલાના નિરીક્ષણમાં કરાશે. CEO કચેરી દ્વારા મંજુરી સાથે કુલ-૬ અધિકારીઓ/કર્મચારીઓના મોબાઇલ ફોન મતગણતરી હોલ ખાતે લઇ જઇ શકશે.

Advertisement

નર્મદા જિલ્લાની બન્ને વિધાનસભા મત વિસ્તારના મતગણતરી કેન્દ્રો ખાતે CCTV ગોઠવવામાં આવ્યાં છે. જિલ્લા પોલીસતંત્ર તરફથી તેમની સુરક્ષાના પ્લાન મુજબ જરૂરી પોલીસ, CAPF, CRPF વગેરેનો પર્યાપ્ત સુરક્ષા પ્રબંધ ગોઠવવામાં આવેલ છે. બન્ને ચૂંટણી અધિકારીઓ તરફથી ઉમેદવારો, ચૂંટણી એજન્ટ તથા મતગણતરીના એજન્ટના ઓળખપત્ર ઇસ્યુ કરવામાં આવેલ છે. આ મતગણતરી કેન્દ્રો ખાતે માઇક્રો ઓબ્ઝર્વર, મતગણતરી સુપરવાઈઝર, મદદનીશ મતગણતરીની પણ નિમણૂંક કરાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નાંદોદ વિધાનસભા મત વિસ્તારની મત ગણતરી માટે ૨૨ અને દેડીયાપાડા મત વિસ્તાર માટે ૨૩ રાઉન્ડમાં મત ગણતરી હાથ ધરાશે. જેમાં બન્ને વિધાનસભા વિસ્તારોમાં ૧૪-૧૪ ટેબલ ઉપર ચૂંટણીતંત્ર દ્વારા નિમાયેલા અધિકારીઓ/કર્મચારીઓ મારફત મતગણતરી હાથ ધરાશે, જેમાં દરેક ટેબલદીઠ માઇક્રો ઓબ્ઝર્વર, મત ગણતરી સુપરવાઈઝર અને મત ગણતરી મદદનીશનો સમાવેશ થાય છે. આમ, નાંદોદ વિધાનસભા વિસ્તારમાં અંદાજે ૧૫૫ જેટલાં તેમજ દેડીયાપાડા વિધાનસભા વિસ્તારમાં પણ અંદાજે ૧૫૦ થી ૧૫૫ જેટલા અધિકારીઓ/કર્મચારીઓ મતગણતરીની કામગીરીમાં તૈનાત રહેશે.

નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી તા.૦૮/૧૨/૨૦૨૨ ના રોજ મત ગણતરીના દિવસ માટે ફરમાવાયેલા પ્રતિબંધ અનુસાર મતગણતરી સેન્ટર ઉપર અને તેમાં પ્રવેશના નિયમન માટે ગોઠવાયેલ સીક્યુરીટી ફોર્સના વિસ્તારમાં મતગણતરી સંબંધે / સાથે સંકળાયેલ અધિકારીઓ અને અધિકૃત પ્રવેશપત્ર ધરાવનાર સિવાયના કોઈપણ વ્યક્તિ સેલ્યુલર/ મોબાઈલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ વિગેરે લઈ જઈ શકશે નહીં તથા તેનો ઉપયોગ કરી શકશે નહીં. તદ્ઉપરાંત કોઈપણ વ્યક્તિ રાજકીય પક્ષના નામ, પ્રતિક કે સૂત્ર સાથેની ટોપી, શાલ વિગેરે જેવા પહેરવેશ સાથે મતગણતરી મથકમાં પ્રવેશ કરશે નહી.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક એસ.ટી બસને અકસ્માત નડયો.

ProudOfGujarat

ચોમાસા પહેલા બનેલો રસ્તો પહેલા જ વરસાદી પાણીમાં ઉબડ ખાબદ ,રસ્તા ઉપર ખાડો કે ખાડા ઉપર રસ્તો એ સમજાતું નથી

ProudOfGujarat

નર્મદા કલેકટરે મોબાઈલ કનેક્ટિવિટીની સમસ્યા મુદ્દે BSNL અધિકારીઓને રીતસરના ખખડાવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!