Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં ફરી એકવાર કેમિકલમાંથી ડ્રગ્સ બનાવતું પ્રોસેસીંગ યુનિટ જપ્ત કરાયું.

Share

વડોદરામાં ફરી એકવાર ડ્રગ્સ બનાવવા માટે વપરાતું કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે. પ્રોશેસિંગ યુનિટમાંથી 100 કિલો કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે. ડ્રગ્સ મામલે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા સફાયો બોલાવવામાં આવી રહ્યો છે, છાસવારે ડ્રગ્સ ઘટનાઓ બની રહી છે ત્યારે એસઓજીથી લઈને એટીએસ દ્વારા આ ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે.

તાજેતરમાં જ ATS એ વડોદરા નજીક સિંધરોટમાં દરોડા પાડીને આશરે રૂ. 500 કરોડની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ દરોડા બાદ વડોદરા શહેરમાંથી ડ્રગ્સ અને ડ્રગ્સ બનાવવા માટે વપરાતા કેમિકલ ભરેલા બેરલ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. દરમિયાન એટીએસની ટીમે સિંધરોટમાં પણ દરોડો પાડ્યો હતો. ટીમે કેમિકલ ભરેલા વધુ બેરલ કબજે કર્યા હોવાની વિગતો બહાર આવી છે.

Advertisement

અગાઉ તાજેતરમાં જ 477 કરોડનો મુદ્દામાલ પકડાયો હતો. જેમાં 5 શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી પૂછપરછ કરતા 80 કરોડ જેટલું ડ્રગ્સ વધુ પકડવામાં આવ્યું હતું. ત્યારે વધુ સઘન પૂછપરછ કરાતા વધુ એક ફેક્ટરી કેમિકલને લઈને સિંધરોટમાં પકડાઈ છે. આરોપીઓની પૂછપરછ કરતા આ ઘટસ્ફોટ થયો હતો. પ્રોશેસિંગમાં રો મટિરીયલ પકડી પાડવામાં આવ્યું છે. 1.5 મહિલા પહેલા અહીં પણ કામ કરવામાં આવ્યું હતું.

આ કન્સાઈનમેન્ટ મુંબઈથી દુબઈ લઈ જવાનું હતું. કેમિકલમાંથી એમડી ડ્રગ્સ બનાવતા હતા. આમ ડ્રગ્સ મામલે એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે અને યુનિટો પકડાઈ રહ્યા છે. ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા ડ્રગ્સ મામલે સઘન કામગિરી કરવામાં આવી રહી છે.


Share

Related posts

ભરૂચથી અમેરિકા સુધી ફેલાયેલ છેતરપીંડીનુ પ્રકરણ ઝડપાયું. ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડતી ભરૂચ SOG પોલીસ. કુલ સાત આરોપી છેતરપિંડીના પ્રકરણમાં સામેલ, મોટરકાર મળી છ લાખ ઉપરાંતની મત્તાની ચીજવસ્તુઓ જપ્ત…

ProudOfGujarat

ભરૂચ પંથકમાં લગ્નની મોસમ… કોરોના ગાઈડલાઇનથી અને કાયદાનાં ભયથી લગ્ન પ્રસંગ ઉજવતા આયોજકો જાણો કેવી રીતે ?

ProudOfGujarat

સુરતની નવી સિવિલ ખાતે સારવાર લઈ ભરૂચ જિલ્લાના રૂંધા ગામનાં સગર્ભા ગૃહિણીએ ૧૭ દિવસનાં અંતે કોરોનાને આપી મ્હાત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!