Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજકોટમાં સીટી બસ ફરી વિવાદમાં : સાત કંડકટર થયા સસ્પેન્ડ, પાંચ મુસાફરો ટિકિટ વગર મુસાફરી કરતા ઝડપાયા.

Share

રાજકોટ મહાનગર પાલિકાની આંતરિક પરિવહન સેવાનું સંચાલન કરતી રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા આજે સાપ્તાહિક કામગીરીનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન સિટી બસમાં પાંચ મુસાફરો ટિકિટ લીધા વિનાના પકડાતા તેઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે સાત કંડક્ટરોને તેમની કામગીરીમાં ક્ષતિ હોવાથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સિટી બસમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન 1,56,298 મુસાફરોએ લાભ લીધો હતો. કામમાં ક્ષતિ બદલ બસ ઓપરેટર એજન્સી શ્રી મારૂતિ ટ્રાવેલ્સને 4,975 કિમીની પેનલ્ટી મુજબ 1,74,225 નો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રા મોડર્નને 21,800 ની પેનલ્ટી ફટકારવામાં આવી છે. સાત કંડક્ટરોને હંગામી ધોરણે જ્યારે એક કંડક્ટરને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન બીઆરટીએસ બસ સેવા 46,900 કિ.મી. ચાલી હતી અને 1,76,628 મુસાફરોએ તેનો લાભ લીધો હતો. કામમાં લાપરવાહી બદલ એક્સ મેન અને સિક્યુરિટી પૂરા પાડતી શ્રી રાજ સિક્યુરિટી સર્વિસને પેનલ્ટી ફટકારવામાં આવી છે.

Advertisement

Share

Related posts

સુરતમાં દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કોંગ્રેસના પ્રદેશ અગેવાનીની ઉપસ્થિતિમાં યોજાઈ મિટિંગ..!!

ProudOfGujarat

પંચમહાલના ઘોંઘબા તાલુકા ના ઉચાબેડા ગામે એક બોલેરો પીકઅપ ગાડી માંથી પરપ્રાંતીય વિદેશી દારૂના જથ્થા સાથે ,એક ઇસમની અટકાયત કરી :

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!