કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના અમિન માર્ગ અને ચંદ્ર પાર્ક મેઇન રોડ પર ખાણીપીણીની 20 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 18 વર્ષથી નીચેની ઉંમરના વ્યક્તિઓને તમાકુનું વેંચાણ કરવા પર પ્રતિબંધ છે. આવું બોર્ડ ન લગાડનાર પાંચ પાનના વેપારીઓને ટકોર કરવામાં આવી હતી. આજે ચેકીંગ દરમિયાન બાબા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, ડિલક્સ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, એસ પટેલ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, સુપર શ્યામ ડીલક્સ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ અને અમૃત સાગર પાન એન્ડ કોલ્ડ્રીંક્સને ફૂડ લાઇસન્સ મેળવવા તથા 18 વર્ષથી નીચેની વયના વ્યક્તિઓને તમાકુનું વેચાણ કરવા પર પ્રતિબંધ છે તેવા બોર્ડ લગાવવા તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત લક્ષ્મી પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, બોસ કોલ્ડ્રીંક્સ, સુરેશ્ર્વર પાન, કિશન પાન, ઉમિયાજી ફરસાણ, ઉમિયાજી પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, કેશરિયા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, બાલાજી પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, રાધે નાસ્તા ગૃહ, બંસી કોલ્ડ્રીંક્સ, વૃંદાવન ડેરી ફાર્મ, માધવ પાઉંભાજી, ન્યુ રાજ બેકરી એન્ડ સ્ટોર્સ, બાલાજી કોલ્ડ્રીંક્સ એન્ડ સ્નેક્સ અને શ્રી નાથજી ડેરી ફાર્મમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આજે ચેકીંગ દરમિયાન કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા શહેરના કૃષ્ણનગર મેઇન રોડ પર ખાદી ભંડારની સામે રાજમોતી કોમ્પ્લેક્સમાં શોપ નં.1 માં આવેલી રવેચી ટી સ્ટોલ એન્ડ પાન મસાલામાંથી લૂઝ ચાની ભૂકી અને શોપ નં.11 માં શક્તિ હોટેલમાંથી લૂઝ ચાની ભૂકીના નમૂના લઇ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતાં.
રાજકોટ મનપા દ્વારા ૨૦ ચા પાનની દૂકાનમાં ચેકીંગ : ૧૮ વર્ષથી નીચેના સગીરાઓને તમાકુનું વેચાણ કરવા પર પ્રતિબંધ.
Advertisement