ભરૂચ વિધાનસભાની પાંચ બેઠકોની કાઉન્ટીગ ગણતરીના કલાકોમાં શરૂ થવા જઈ રહ્યું છે. આવતી કાલે ૮ ડિસેમ્બરના રોજ કે.જે પોલીટેક્નિક કોલેજ ખાતે તમામ ૫ બેઠકોની મત ગણતરી કરવામાં આવનાર છે. મત ગણતરીના સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે આખે આખો કોલેજ કેમ્પસ અને કોલેજ માર્ગ પોલીસ છાવણીમાં ગોઠવી દેવાયો છે, ત્યારે પરિણામ ઉપર હવે મતદારોની નજર મંડરાયેલી જોવા મળી રહી છે.
ભરૂચ જિલ્લાના મતદારો ભાજપ પર ભરોસો કરશે કે કોંગ્રેસ કમબેક થશે કે પછી આપ ની એન્ટ્રી થશે તેના પર લોકોની મીટ મંડાઇ છે, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં જ ભરૂચ જિલ્લાના મતદારોએ પોતાના પસંદગીના ઉમેદવારનું ચયન કરી લીધું છે. જોકે હવે ગણતરીના કલાકોમાં તેની સત્તાવાર જાહેરાતને નિહાળવા સૌ કોઇ આતુર બન્યા છે.
આવતીકાલે ભરૂચની કે.જે પોલીટેક્નિક કોલેજ ખાતે ૧૪ જેટલા ટેબલ પર મતગણતરી કરાશે, ચૂંટણી પંચના નેજા હેઠળ થનારી મત ગણતરી માટે એક ટેબલ પર એક સુપરવાઈઝર, એક આસી, સુપર વાઇઝર, એક માઈક્રો ઓબ્ઝર્વર અને એક ચૂંટણી અધિકારી હશે એટલે કે કુલ ૫૬ અધિકારીઓ મતગણતરી કરશે અને પરીણામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવનાર છે.
ભરૂચ જિલ્લામાં ચૂંટણી પરિણામો વચ્ચે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે કોલેજ રોડને આવતી કાલે તંત્ર દ્વારા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે, તેમજ પોલીસ વિભાગ તરફથી ૧ એસ.પી ૫ ડીવાયએસપી ૧૬ પીઆઇ ૩૭ પીએસઆઇ ૫૭૨ પોલીસ જવાનો,સીએપીએફ ની ૪ પ્લાટુન તેમજ હોમગાર્ડના ૨૮૮ જેટલા કર્મીઓ ફરજમાં તૈનાત કરવામાં આવ્યા છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744