નર્મદાના ઇતિહાસમાં અગાઉ ક્યારેય ન બન્યો હોય એવો અજીબ કિસ્સો જોવા મળ્યો છે. જેમાં રાજપીપલા ખાતે નાંદોદ વિધાનસભા બેઠકના ઉમેદવારોનું મતદાન થયાં પછી ઈવીએમ મશીન જ્યાં ડિગ્રી કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા છે ત્યા કોઈ ગરબડી ના થાય તે માટે અપક્ષ ઉમેદવાર હર્ષદ વાસાવના ટેકેદારો તંબુ તાણીને બેસી ગયા છે અને અપક્ષના ટેકેદારોનો સ્ટ્રોંગ રૂમની બહાર CCTV કેમેરા સાથે ચોકી પહેરો ભરતા જોવા મળી રહ્યા છે.
નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયાની વાતો કરતા તંત્ર સામે ઉમેદવારના ટેકેદારોને વિશ્વાસ ના હોય રાજપીપલા ખાતે અપક્ષ ટેકેદારો EVM સ્ટ્રોંગ રૂમ જ્યા છે એ કોલેજ કમ્પાઉન્ડ બહાર સીસીટીવી સજ્જ મંડપ બનાવી કોલેજમાં જતી આવતી ગાડીઓ પર નજર રાખી રાખે છે નિગરાની રાખી રહ્યાં છે. એમનો એક સભ્ય સ્ટ્રોંગ રૂમ બહાર નિગરાની કરે છે. નર્મદા જિલ્લાની નાંદોદ વિધાન સભા બેઠક માટે આ વખતે ભાજપે મહિલા ઉમેદવાર ડો.દર્શનાબેન દેશમુખને ટિકિટ આપતા ભાજપના જ પ્રદેશ આદિજાતિ મોર્ચાના અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા એ અપક્ષ ઉમેદવારી કરી છે. જીત માટે તેમના કાર્યકરોએ ખુબ મહેનત કરી હોઈ અને તેમની જીત પાક્કી ગણાવતા હોઈ સરકારી તંત્ર અન્ય પક્ષના ઇસારે કોઈ EVM માં ચેડાંના કરી શકે એ માટે તેમને વહીવટી તંત્રને રજૂઆત કરી જાતે નિરીક્ષણ રાખવાની મંજૂરી માંગી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ એક વ્યક્તિ સ્ટ્રોંગ રૂમ બહાર રહી શકે અને અન્ય કોઈ પણ નહિ એમ કહેતા ત્યારે જ્યા છોટુભાઈ વ્યાયામ પ્રચારક મંડળની કોલેજના કેમ્પસમાં એક રૂમમાં સ્ટ્રોંગ રૂમ હોય કમ્પાઉન્ડમાં જવા માટે બાહ્ય વ્યક્તિઓને પણ મનાઈ હોય અપક્ષ ટેકેદારો એ છોટુભાઈ પુરાણી કોલેજના કમ્પાઉન્ડ બહાર મંડપ લગાવી સીસીટીવી કેમેરા લાગવી રાત દિવસ નિગરાની કરી રહ્યા છે. રાત્રે ચારથી પાંચ લોકો વારાફરથી રાત્રી રોકાણ અંદર અને બહાર કરે છે. ત્યારે આ ઘટના પછી તંત્ર પણ આ બાબતે સજાગ બન્યું છે.
દીપક જગતાપ, રાજપીપલા