ગઈકાલની કલોલમાં થયેલી ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચેની બબાલે ઉગ્ર સ્વરુપ ધારણ કરી લેતા બોલાચાલી, મારામારી સુધી પહોંચી ગઈ હતી. આ મામલે સ્થાનિક પોલીસ અને એસઓજીએ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને 13 જેટલા લોકોની અટકાયત કરાઈ છે.
ગઈકાલે ચૂંટણી હોવાથી ગાંધીનગર જિલ્લાની કલોલ બેઠક પર કાર્યકરો વચ્ચે બોલાચાલીનો મામલો સામે આવ્યો હતો. ત્યારે સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર રાત્રે મારામારી થઈ હતી. ઘટનાને લઈને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ફોન કરી બકાજી પાસેથી વિગતો મેળવી હતી એટલું જ નહીં મતવિસ્તારમાં આ મામલો સામે આવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ મામલે સમાચાર લીધા હતા અને સ્થિતિથી વાકેફ થયા હતા.
એસઓજી, પોલીસની તપાસ તેજ આ મામલે કરવામાં આવી છે. અત્યારે સમગ્ર પંચવટી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. મતદાન સમયે શાબ્દિક બોલાચાલી બાદ કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય બળદેવજી ઠાકોરના કાર્યાલયને નિશાન બનાવવામાં આવતા તોડફોડ ત્યાં કરાઈ હતી. દિવસે આમને સામને ઘર્ષણ સર્જાયું હતું ત્યારે મળતી વિગતો અનુસાર ત્યાર બાદ ભાજપના કેટલાક કાર્યકરોને મારા મારવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે 13 લોકોની અટકાયત કરી છે.