Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાપીના જૂના રેલ્વે ફાટકે માતા-પુત્રીનું ટ્રેન અડફેટે કમકમાટીભર્યા મોત, એક પુત્રીનો બચાવ.

Share

વાપીના છીરી સ્થિત રામનગરમાં રહેતા દેવેન્દ્ર શાહુની 40 વર્ષીય પત્ની રીટાદેવી તેમની બે પુત્રી રૂદ્દા ઉર્ફે રાધા અને સ્વીટી સાથે વાપી ટાઉન સ્થિત માર્કેટમાં શાકભાજી અને અન્ય ખરીદી કરવા માટે આવી હતી. સોમવારે બપોરે માતા અને બે પુત્રી ખરીદી કર્યા બાદ ઘરે જવા માટે રેલવે ઓવરબ્રિજ નીચે જૂના ફાટક પાસે આવ્યા હતા.

રેલવે ટ્રેક ક્રોસ કરવાની ઉતાવળમાં મુંબઇ તરફથી પૂરઝડપે આવી રહેલી ટ્રેન અચાનક ધસમસતી આવીને રીટા દેવી અને નાની પુત્રી રૂદ્દા ઉર્ફે રાધાને ટક્કર મારી દીધી હતી. ટ્રેનની જોરદાર ટક્કર લાગતા જ ગંભીર ઇજાના પગલે માતા-પુત્રીના સ્થળ ઉપર જ કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે મોટી પુત્રી સ્વીટી ટ્રેક ક્રોસ ન કરતા બચી ગઇ હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા ડેપોમાંથી બંધ કરાયેલ કેટલાક રૂટોના કારણે મુસાફરોને હાલાકી.

ProudOfGujarat

બોલો 20 કા 100, નેત્રંગ ખાતે ભરાતા હાર્ટ બજારમાં દુકાનદારો પાસેથી ઉઘરાણીનું ચાલતુ કથિત કૌભાંડ..?

ProudOfGujarat

અંકલેશ્વર સિદ્ધ ટેકરી રામકુંડ સ્થિત શ્રી ક્ષિપ્રા ગણેશજી મંદિર ખાતે સૌ પ્રથમ વખત ગણેશ પુરાણનું આયોજન કરાયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!