વાઘોડીયા બેઠક પર મધુ શ્રીવાસ્તવ પહેલાથી જ ચર્ચામાં રહ્યા છે ત્યારે ફરીથી ચૂંટણીમાં મતદાન પૂર્ણ થાય બાદ પણ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, હું અપક્ષમાં જ રહીશ જીતીશ તો પણ ભાજપમાં નહીં જોડાઉં તેમ મધુ શ્રીવાસ્તવે ટિકિટ ના મળવાની નારાજગીને લઈને નિવેદન આપ્યું છે.
ભાજપે વડોદરાની વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપીને અશ્વિન પટેલને ઉમેદવાર જાહેર કર્યા હતા ત્યારે અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ હતા જેઓ 6 ટર્મથી ચૂંટણીમાં જીતતા આવ્યા છે. જે બાદ મધુ શ્રીવાસ્તવે ટિકિટ ના મળતાં ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે દબંગ નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. વડોદરામાં બીજા તબક્કાના મતદાન બાદ મધુ શ્રીવાસ્તવે જીતનો દાવો કર્યો છે કે હું ચૂંટણી જીતીશ તો પણ અપક્ષમાં જ રહીશ. પાર્ટીમાં જોડાવું કે નહીં, હું મારા કાર્યકર્તાની સલાહ મુજબ નિર્ણય લઈશ. મારે કોઈનો પક્ષ જોઈતો નથી.
વાઘોડિયા વિધાનસભા બેઠક વડોદરા જિલ્લામાં આવેલી બેઠક છે અને તે વડોદરા લોકસભા બેઠક હેઠળ આ બેઠક પર મધુ શ્રીવાસ્તવનો દબદબો રહ્યો છે. આ બેઠક 1962 થી 1985 સુધી કોંગ્રેસ પાસે હતી. જે પછી મધુ શ્રીવાસ્તવ 1995 થી 2017 સુધી એટલે કે 6 વખત જીતતા રહ્યા અને જીત તેમને 2017 સુધી જાળવી રાખી છે. મધુ શ્રીવાસ્તવ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા છે અને જો તેઓ જીતે છો ભાજપને આંચકો પણ લાગી શકે છે.