Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગર યુનિવર્સિટીને નિયત સમયસીમા સુધીમાં યુ.જી. અને પી.જી. માટે કુલ ૨૯ અરજી મળી.

Share

ભાવનગર યુનિવર્સિટી સંલ્ગન નવીશુ LIC આંખતી શરમ રાખશે કે લાલ આંખ કરશે? કોલેજો ચાલુ કરવામાં માટે ૨૯ સંસ્થાઓની યુનિ.ને પ્રાપ્ત થયેલી અરજીઓની સ્ક્રૂટિની પ્રક્રિયા થયા બાદ સુચિત નવી કોલેજની માળખાકિય સુવિધાઓની તપાસ કરવા માટે ૩૦ લોકલ ઈન્સ્પેકશન કમિટીની રચના કરી દેવાઈ હોવાનુ યુનિ.ના સૂત્રોએ જણાવ્યુ હતું. UGC ના ઊચિત માપદંડોને પરિપૂર્ણ ન કરનારી સંસ્થાઓ પણ કોલેજો ચાલુ કરીને લાભનો ગળચટ્ટો લાડવો આરોગવા માટે ભારે તલપાપડ છે. આ અંગે યુનિ.ના સુમાહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટી ગ્રાંટ કમિશનના નિર્દેશ અનુસાર નવી કોલેજો ચાલુ કરવા માટે પાંચ એકર જમીન સંસ્થા પાસે હોવી જરૂરી છતા પણ યુજીસીના ઊચિત માપદંડો ન જે સંસ્થાઓએ કોલેજ ચલાવવા માટે ભાવનગ ર યુનિ.મા અરજી કરી છે તે સંસ્થાની આંખની શરમ રાખશે કે પછી તટસ્થતા દર્શાવીને પરમ સત્યની તલાશ કરીને નિયમાનુસાર કાર્યવાહી કરીને લાલ આંખ કરશે? તેનો આવનારા સમયમાં જ ખ્યાલ આવી જશે તેમ સૂત્રોએ જણાવ્યુ હતું.

ભાવનગર શહેર અને જિલ્લાની કેટલીક સંસ્થાઓ ઊંચીનીચી થઈ રહી છે. આ સ્થિતિ વચ્ચે એમ.કે.ભાવનગર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩- ૨૪ માટે નવી કોલેજોના નવા જોડાણની અરજી અન્વયે એક કમિટિનુ ગઠન કરવામા આવ્યુ છે. આ કમિટી દ્વારા નવા જોડાણની અરજીઓની ચકાસણી કરશે. ભાવનગર યુનિવર્સિટીને નિયત સમયસીમા સુધીમાં યુ.જી. અને પી.જી. માટે કુલ ૨૯ અરજી મળી છે. ત્યારે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪થી નવી કોલેજો ચાલુ કરવા માટે સંસ્થાઓની આવેલી અરજીઓની સ્ક્રૂટિની પ્રક્રિયા થયા બાદ સુચિત નવી કોલેજની માળખાકિય સુવિધાઓની તપાસ કરવા માટે ૩૦ લોકલ ઈન્સ્પેકશન કમિટીની રચના કરી દેવાઈ હોવાનુ ભાવનગર યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યુ હતું. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી પ્રશાસનને નવી કોલેજ ચાલુ કરવા માટે મળેલી અરજીઓમાં સ્ટાફ, જગ્યા કે ફૅકલ્ટીઝ જ ન હોઈ તેવી સંસ્થાઓને કોલેજ ચાલુ કરવા માટે સ્ક્રુટીની કમિટી લીલીઝંડી આપશે.?તેવો સવામણનો સવાલ ઉઠ્યો છે.

Advertisement

Share

Related posts

નેત્રંગનાં ડુંગરો પર કેસુદાએ જમાવ્યો રંગ.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલ ના અંધેર વહીવટ ને જોઈ લાલ ધૂમ બન્યા રાજ્ય ના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી……

ProudOfGujarat

જેસરના ફુલવાડી વિસ્તારમાં વધુ એક મકાન ધરાશાયી થતા પરિવાર જનો મુશ્કેલીમાં મુકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!