પાટણ તાલુકાના કમલીવાડા ગામે શુક્રવારે રાત્રે તસ્કારો ત્રણ મકાનને નિશાન બનાવ્યા હતા. ખેડૂત પરિવાર નીચેના માળે ઘરમાં સુતો હતો ત્યારે તસ્કરોએ બીજા માળના દરવાજાનું તાળું તોડી પ્રવેશ કરી 24500 ના સોના ચાંદીના દાગીના અને રોકડ રૂ.40000 ની ચોરી કરી હતી. બે મકાનમાં ફોગટ ફેરો પડ્યો હતો. બાલીસણા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
કમલીવાડા લક્ષ્મીપુરા ગામે રહેતાં રામાભાઇ કાશીભાઈ પટેલ પરિવાર શુક્રવારે રાત્રે બીજા માળે આવેલા મકાનને તાળું મારી નીચે સુતા હતા. ત્યારે બીજા માળના દરવાજાનું તાળું તોડી તસ્કરો તિજોરીમાંથી રોકડ રૂ.40000, અડધા તોલાની સોનાની બે બુટીઓ કિ.રૂ.20000, 1 ગ્રામની સોનાની નાકની ચુની કિં. રૂ.1000, ચાંદીની પગની 2 શેરો રૂ.3000, બે નંગ પગની શેરો રૂ.500 ચોરીને અંજામ આપ્યો હતો. આ અંગે રામાભાઇ કાશીરામ પટેલે બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
રામાભાઇ કાશીભાઈ પટેલએ જણાવ્યું હતું કે પરિવાર નીચે સૂતો હતો ત્યારે તસ્કરોએ નીચેના ઘરનો દરવાજો બહારથી બંધ કર્યો હતો અને ઉપરના ઘરનો દરવાજાનું હળો વચ્ચેથી બટકી નાખ્યો હતો પણ કોઈ અવાજ આવ્યો ન હતો. તે રાત્રે અમારા ગામમાં અન્ય બે મકાનોમાં પણ ચોરીને અંજામ આપ્યો હતો પણ તે ઘર બંધ હાલતમાં હોવાથી કંઈ રોકડ કે દાગીના મળ્યા ન હતા.