Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહેમદાવાદના બારોટવાડા પાસે ૫ વર્ષનો બાળક ટ્રોલી નીચે કચડાયો.

Share

મહેમદાવાદ શહેરના બારોટવાડા પાસે ટ્રેકટરના ચાલકે ઘર પાસે રમતા પાંચ વર્ષના બાળકને અડફેટે મારી અકસ્માત સર્જયો હતો. આ બનાવમાં ગંભીર
રીતે ઘવાયેલા બાળકનું સ્થળ પર મૃત્યુ થયુ હતુ. આ સમગ્ર બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ટ્રેકટરના ચાલક વિરૂધ્ધ ગુનો નોધ્યો છે. હાર્દિક ઉં.વ. ૫ શહેરના બારોટવાડા પાસે તેના ઘર આગળ રમતો હતો. તે સમયે એક ટ્રેકટરના ચાલકે પુરઝડપે હંકારી હાર્દિકને અડફેટે મારી અકસ્માત સર્જાયો હતો.જેથી ઘર આગળ રમતો હાર્દિક ટ્રેકટરની ટ્રોલીના પાછળના વ્હીલમાં આવી જતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર તેનુ મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવ અંગે પ્રભાતભાઇના દિકરા વિજય કરતા તેઓ બનાવ સ્થળે પહોંચ્યા હતા. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ટ્રેક્ટરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. રવિવારે બપોરે ઘર પાસે રમતા પાંચ વર્ષના હાર્દિકને અડફેટે મારી ટ્રેકટરનો ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ સ્થાનિક
પોલીસને થતા પોલીસ ટીમ બનાવ સ્થળે પહોંચી ટ્રેકટરના નંબરના આધારે તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

ProudOfGujarat

અંકલેશ્વર : બેંકોમાં વોચ કરી બેંકોમાં પૈસા ભરવા આવતા જતાં નાગરિકોને વિશ્વાસમાં લઈ પૈસા પડાવી લેતા ગેંગના ચાર ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

લીંબડીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરતાં ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!