Proud of Gujarat
Gujarat

પાટણ જીલ્લામાં મતદાન સમયે ઓળખના પુરાવા બાબતે જિલ્લા ચૂંટણી તંત્રની સ્પષ્ટતા

Share

પાટણ જીલ્લામાં મતદાન સમયે ઓળખના પુરાવા બાબતે જિલ્લા ચૂંટણી તંત્રની સ્પષ્ટતા જિલ્લા ચૂંટણી અધિકારી અને ક્લેક્ટર, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આગામી તા.૦૫/૧૨/૨૦૨૨ના રોજ (અમદાવાદમાં બીજા તબક્કાની) ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જે બાબતે ચૂંટણી પંચની સૂચનાનુસાર તમામ મતદારોને નીચે દર્શાવેલ બાબતોની તકેદારી રાખવા વિનંતી છે. મતદાન મથક ખાતે મોબાઇલ કે અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇઝ લઇ જવા પર પ્રતિબંધ છે. મતદાર કાપલીએ મતદાન માટે માન્ય પુરાવા તરીકે ગણાશે નહી. મતદાન મથકે પોતાની ઓળખ માટે મતદાર ફોટો ઓળખપત્ર રજૂ કરવાના રહેશે. ફોટો ઓળખપત્ર રજૂ ન કરી શકે તેવા મતદારોએ તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે નીચેના પૈકી એક અસલ દસ્તાવેજ (ડિજિટલ કે ઝેરોક્ષ કોપી માન્ય ગણાશે નહી.) રજૂ કરવાનો રહેશે. 1) આધારકાર્ડ, 2) મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ 3) બેન્ક પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, 4) શ્રમ મંત્રાલયનો યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, 5) ડ્રાઇવિંગ લાઇસન્સ, 6) પાનકાર્ડ, 7) એનપીઆર (National Population Register) અન્વયે આરજીઆઇ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ 8) ભારતીય પાસપોર્ટ, ૭) ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ, 10) કેન્દ્ર/રાજ્ય સરકારના જાહેર ક્ષેત્ર ઉપક્રમો, જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, અને 11) સંસદ સભ્યો, ધારાસભ્યો વિધાનસભા પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો, 12) Unique Disability ID (UDID) Card, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકા તંત્ર દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે ખરીદી કરેલ ત્રણ ટેમ્પો ધૂળ ખાતા નજરે પડતાં નગર પાલિકાનાં વિપક્ષનાં નગર સેવકે આક્ષેપ કર્યો.

ProudOfGujarat

ઝઘડિયા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં વર્ષ 2017 થી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

આમોદ તાલુકાના આછોદ ગામે પ્રથમવાર ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!