ભારતીય રેલવેના દિલ્હી-મુંબઇ અને દિલ્હી-હાવડા રાજધાની રૂટનો દેશમાં સૌ પ્રથમ રિચર્સ ડિઝાઇન એન્ડ સ્ટેંડર્ડ ઓર્ગેનાઇજેશન દ્વારા તૈયાર કરાયેલી કવચ સિસ્ટમથી સજ્જ કરવામાં આવશે. આ સંપૂર્ણ સ્વદેશી સિસ્ટમ છે. આ સિસ્ટમથી એક જ ટૂંક ઉપર નિયત અંતરે સામસામે આવી ગયેલી ટ્રેનોના આપોઆપ બ્રેક લાગી જતાં તે રોકાઇ જશે. મિશન રફ્તારના ભાગરૂપે રેલવે આ બંને રૂટ ઉપર ઝડપથી કામ કરી રહ્યું છે. તેમાં દિલ્હી-મુંબઇ રૂટનો રતલામ મંડળથી પસાર થતો આશરે 228 કિમી લાંબો ગોધરા-નાગદા ટ્રેક ઉપર સેન્સર, એડવાન્સ સિગ્નલ સિસ્ટમ, કેબલ અને અન્ય ડિવાઇસ ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે.
એન્જીનમાં પણ વિવિધ પ્રકારના ઉપકરણ ફિટ કરવામાં આવશે. તે ઉપકરણ માઇક્રોપ્રોસેસર, જીપીએસ અને રેડિયોના માધ્યમથી સિગ્નલ સિસ્ટમ અને કન્ટ્રોલથી જોડાયેલા હશે. આ સિસ્ટમ એક જ ટ્રેક પર સામે સામે આવી ગયેલી ટ્રેનનો એક નિર્ધારિત અંતરથી જાણી લેશે અને તેમના ઓટોમેટિક બ્રેક મારી દેશે. સિસ્ટમને કનેક્ટીવીટી આપવા માટે ટ્રેક ઉપર દર બે કે ત્રણ કિમીએ વાઇફાઇ સિસ્ટમ પણ લગાવવામાં આવશે. આશરે 1349 કિમી લાંબા દિલ્હી – મુંબઇ અને 1500 કિમી લાંબા દિલ્હી-હાવડા રાજધાની રૂટ ઉપર ઝડપથી કામગીરી ચાલી રહી છે. આગામી વર્ષે આ સિસ્મટ શરૂ થવાની આશા કરાઇ રહી છે. મિશન રફ્તારને અનુલક્ષીને દિલ્હી-મુંબઇ રાજધાની રૂટ પર કવચ સિસ્ટમ લગાવાઈ રહી છે. આ એડવાન્સ સિસ્ટમ છે. જે ટ્રેનની સામસામેની ટક્કરને રોકે છે. હાલમાં ટ્રેક અને એન્જીનમાં આધુનિક ઉપકરણ લગાવવામાં આવી રહ્યા છે.”