Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડમાં ટ્રેક પર ગાયની અડફેટે આવતા વંદે ભારત એક્સપ્રેસને અકસ્માત નડયો.

Share

વંદે ભારત એક્સપ્રેસ ફરી એક વખત દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. આ ઘટના ગુજરાતના વલસાડના ઉદવાડામાં બની. અહીં અચાનક એક ગાય ટ્રેક પર આવી અને ટ્રેન સાથે અથડાઈ ગઈ. જેના કારણે વંદે ભારત એક્સપ્રેસના આગળના ભાગને નુકસાન થયું. આ પછી ટ્રેનને 15-20 મિનિટ સુધી ઉભી રાખવામાં આવી. ત્યારપછી ટ્રેન સંજન રેલવે સ્ટેશન પર ઠીક કરવામાં આવી અને પછી મુંબઈ જવા રવાના થઈ.

વંદે ભારત એક્સપ્રેસ ગુરુવારે ગાંધીનગરથી મુંબઈ જઈ રહી હતી. ટ્રેન ઉદવાડા રેલ્વે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ગાય સાથે અથડાઈ હતી. આ 5 મી વખત છે જ્યારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માતનો ભોગ બની છે. આ પહેલા વલસાડ જિલ્લાના અતુલ પાસે વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો.

Advertisement

ક્યારે-ક્યારે થયા અકસ્માત

આ અગાઉ પણ વંદે ભારત એક્સપ્રેસ અકસ્માતનો શિકાર બની છે. 8 નવેમ્બરના રોજ ​​ગુજરાતના આણંદમાં વંદે ભારત ટ્રેનની અડફેટે આવી જતાં એક મહિલાનું મોત થયું હતું. એ અગાઉ 29 ઓક્ટોબરના રોજ ગાંધીનગરથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસને વલસાડના અતુલ ખાતે અકસ્માત નડ્યો હતો. અચાનક આખલો ટ્રેનની સામે આવી જતાં ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું હતું. જોકે આ દરમિયાન કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી.

આ સિવાય 6 ઓક્ટોબરે મુંબઈથી અમદાવાદ જતી ટ્રેન વટવા અને મણિનગર સ્ટેશન નજીક પશુના ધણ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના આગળના ભાગને પણ નુકસાન થયું હતું. સાથે જ ચાર ભેંસોના પણ મોત થયા હતા. 7 ઓક્ટોબરે પણ આણંદ પાસે વંદે ભારત એક્સપ્રેસ સાથે એક ગાય અથડાઈ હતી. જેના કારણે ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું હતું.

વંદે ભારત ટ્રેનોને કેમ થાય છે નુકસાન?

રેલવે અધિકારીઓએ હાલમાં જ જણાવ્યું હતું કે વંદે ભારત એક્સપ્રેસના નાકના શંકુને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તે ટક્કર બાદ પણ ટ્રેન અને તેમાં બેઠેલા મુસાફરોને નુકસાન ન થવા દે. મોટાભાગની પ્રીમિયમ ટ્રેનોમાં આગળના ભાગને શંકુ આકારમાં રાખવામાં આવે છે. આ ભાગ મજબૂત ફાઇબર પ્લાસ્ટિકનો બનેલો છે. કોઈપણ પ્રકારની અથડામણમાં, ફક્ત આગળના શંકુ આકારના ભાગને નુકસાન થાય છે, વાહનના અન્ય ભાગો, ચેસિસ અને એન્જિનને નુકસાન થતું નથી.

આ વર્ષે 4 હજાર ટ્રેનો ઢોરથી પ્રભાવિત

પાટા પર ઢોર સાથે અથડાયા બાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નુકસાન થયાના ઘણા અહેવાલો છે. જોકે, આ સમસ્યા માત્ર વંદે ભારત એક્સપ્રેસ સુધી સીમિત નથી. માહિતી અનુસાર, પશુઓની સમસ્યાને કારણે ઓક્ટોબરના પ્રથમ 9 દિવસમાં 200 થી વધુ ટ્રેનોની અવરજવરને અસર થઈ છે. બીજી તરફ આ વર્ષની વાત કરીએ તો 4 હજારથી વધુ ટ્રેનો ઢોરને કારણે પ્રભાવિત થઈ છે.


Share

Related posts

માંગરોળ : “રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ-2022” હેઠળ કોલેજના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

ભરૂચમાં કોરોનાનો કાળો કેર યથાવત તા. 3/7/2020 નાં રોજ કોરોના પોઝિટિવનાં વધુ 13 કેસો જણાયા.

ProudOfGujarat

અમદાવાદના મણિનગર નજીક ગાંધીનગર – મુંબઈ વંદે ભારતને નડ્યો અકસ્માત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!