Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : રોડની ધાર પર બેઠેલા બે યુવકોને કારના ચાલકે અડફેટે લેતા એકનું મોત.

Share

મહેમદાવાદના વણસોલ સુંઢા તાબાના ફુલજીપૂરા ગામ પાસે રોડની ધાર પર બેઠેલા બે ઇસમોને કારના ચાલકે અડફેટે મારી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત નીપજયુ છે.

મહેમદાવાદના સુંઢા વણસોલ તાબે ફુલજીપૂરામાં રહેતા પ્રવીણભાઈ ચૌહાણ તેઓ મિત્રના ઘરે જવા નીકળ્યા હતા. તે સમયે વણસોલ સુઢાંથી કેસરા રોડ નજીક આવતા હતા. ત્યારે પ્રવિણભાઇના ઘર નજીક ભત્રીજો નાગેશ ચૌહાણ ઉં.વ.૪૦ અને અજીતભાઇ ચૌહાણ રોડની ધારી પર બેઠા હતા. મંગળવાર રાતના વણસોલ સુંઢા તરફથી આવતી એક કારના ચાલકે રોડની બાજુમાં બેઠેલ નાગેશને અને અજીતભાઇને અડફેટે મારી હતી. જેમાં નાગેશને માથામાં ગંભીર ઇજા થઇ હતી.

Advertisement

ઘવાયેલા નાગેશને સારવાર અર્થે મહેમદાવાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. જ્યા ફરજ પરના તબીબે નાગેશને તપાસી મૃત જાહેર કર્યા હતા. કારનો નંબર જોતા કારના ચાલક કઠલાલના ભરકુંડા ગામમાં રહેતા દશરથ ડાભી હતો. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વડોદરા : સોસાયટીની મહિલાઓ દ્વારા ગાર્ડનમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

લીંબડી સર જે હાઈસ્કૂલ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ.

ProudOfGujarat

જંબુસરનાં પીલુદ્રા ગામની સીમમાં ખેતરોમાં કેમિકલ યુક્ત ગંદુ પાણી ફળી વળતાં પાકને નુકસાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!