Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

મતદાનનાં દિવસે જાણો કયા-કયા નેતાઓએ કર્યું પરિવાર સાથે મતદાન.

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન સવારથી જ શરુ થઈ ગયું છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર ઉભેલા ઉમેદવારો ભાવિ વોટિંગ મશીનમાં કેદ થઈ જશે. બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થઈ જાય એ પછી પરિણામ 8 ડિસેમ્બરે આવશે. ત્યારે આજે લોકોમાં મતદાન માટેનો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. ઘણા દિગ્ગજ નેતાઓએ લોકોને વધુમાં વધુ વોટ આપવાની અપીલ કરી હતી. સાથે જ નેતાઓ પોતાના પરિવાર સાથે મતદાન માટે મતદાન મથક પર પહોંચ્યા હતા.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમની પત્ની સાથે મતદાન કરવા આવ્યા હતા અને સાથે જ તેમણે લોકોને પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરવા પણ અપીલ કરી હતી. બીજી તરફ સવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજકોટમાં તેમની પત્ની અંજલિ રૂપાણી સાથે મતદાન કર્યું. સાથે જ તેમને લોકોને વોટ કરવાની અપીલ કરતા કહ્યું કે લોકશાહીની રક્ષા માટે મતદાન જરૂરી. સાથે જ ભાજપની સાતમી વાર સરકાર બનશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

Advertisement

ભાજપના જામનગર ઉત્તર બેઠકના ઉમેદવાર રીવાબા જાડેજા પણ તેમના પતિ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે વોટ આપવા પહોંચ્યા હતા. આ સિવાય રાષ્ટ્રીય ભાજપ કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલીયા પણ પોતાના પરિવાર સાથે મતદાન કરવા આવ્યા હતા.

બીજી તરફ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ તેમની પત્ની નીતા માંડવિયા અને પરિવારના અન્ય 25 સભ્યો સાથે ભાવનગર જિલ્લાના હનોલ ગામમાં તેમનો મત આપ્યો હતો. તો ભાવનગર પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ પણ પત્ની સાથે ભાવનગરમાં મતદાન કર્યું હતું.

જણાવી દઈએ કે રાજકોટના રાજવી માંધાતાસિંહ પણ પરિવાર સાથે વિન્ટેજ કારમાં મતદાન મથક પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું. ત્યારે સૌથી વધુ આશ્ચર્ય એ વાતે જન્માવ્યું હતું કે અમરેલી બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સાયકલ પર સવાર થઈને મતદાન મથક પહોંચ્યા હતા અને તેમણે સાયકલ પર ગેસ સિલિન્ડર બાંધેલો હતો. તેઓ પોતાની પત્ની અને દીકરી સાથે મતદાન માટે પહોંચ્યા હતા.

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ પોતાની પત્ની સાથે મતદાન કર્યું હતું. તો બીજી તરફ વલસાડમાં રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈએ પણ પરિવાર સાથે મતદાન કર્યું હતું અને કહ્યું કે લોકોને ભાજપમાં વિશ્વાસ છે, રાજ્યમાં ભાજપની સરકાર બનશે.


Share

Related posts

ભરૂચ : લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ભાજપા કાર્યકર્તાઓએ AIMIM નાં લોકોને લાતો ઝીંકવી ભારે પડી : એ ડિવિઝનમાં અરજી નોંધાઈ.

ProudOfGujarat

ગોધરા એસ.આર.પી ગ્રુપ-5 ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

રાજપારડીમાં લોકડાઉનનાં કડક અમલ માટે તંત્રની કવાયત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!