માંગરોળ વિધાનસભા બેઠક પર ઉપયોગમાં લેવાના ઇવીએમ મશીન પૈકીના 35% ઇવીએમ માં ચેડા કરવામાં આવ્યા હોવાનો અપક્ષ ઉમેદવારે આક્ષેપ કર્યો છે અને આ મામલે બેઠકના નિરીક્ષક રીટર્નિંગ ઓફિસર લેખિત ફરિયાદ કરી છે જેમાં તેઓએ લખ્યું છે કે ભાજપના ઉમેદવારને જીતાડવા માટે ત્રણ પ્રકારે ચેડા કરવામાં આવ્યા છે આથી આ બાબતની તપાસ કરી અને તેની સામે કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
માંગરોળ વિધાનસભા બેઠક તેમના ઇવીએમના ચેડા થયાનો આક્ષેપ સાથે અપક્ષ ઉમેદવારે ચૂંટણી તંત્રને લેખિત ફરિયાદ કરી હતી જ્યારે વિધાનસભા બેઠકના રીટનિંગ ઓફિસરે જણાવ્યું હતું કે મોકપોલ સહિતની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રીતે થઈ છે જ્યારે માંગરોળ બેઠકમાં રિટર્નિંગ ઓફિસરે જણાવ્યું હતું કે ઇવીએમ નું મોકપોલ તમામ પક્ષના આગેવાનોની હાજરીમાં વિડિયો રેકોર્ડિંગ સાથે રેન્ડમલી કરવામાં આવ્યું હતું. કોઈ પણ તે તપાસ કરી શકે છે સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે થઈ હતી તેઓએ આ આક્ષેપોને પાયાવિહીન ગણાવ્યા હતા. આમ માંગરોળ વિધાનસભા બેઠક પરના ઇવીએમ મશીનમાં 35% ઇવીએમ માં ચેડા કરવામાં આવ્યા હોવાનો અપક્ષ ઉમેદવારે કરેલો આક્ષેપ સામે આવ્યો છે.