Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા શહેરની 5 વિધાનસભામાં ભાજપના 4, કોંગ્રેસના 2 ઉમેદવારો પોતાને વોટ નહીં આપી શકે, જાણો કેમ.

Share

વડોદરા શહેરના ભાજપના 4 ઉમેદવારો પોતાને મત આપી શકશે નહીં. બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન 5 ડિસેમ્બરે છે ત્યારે શહેરની 5 બેઠકો માટેના ઉમેદવારો તેમના ઉમેદવારને નહીં પરંતુ તેઓ જ્યાં રહે છે તે અન્ય મતવિસ્તારમાંથી મતદાન કરશે. વિધાનસભા બેઠક અને મતવિસ્તાર અલગ થવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જેમાં ભાજપ સિવાય કોંગ્રેસના બે ઉમેદવારો પણ પોતાને મત આપી શકશે નહીં.

ભાજપના સયાજીગંજના ઉમેદવાર કેયુર રોકડિયા અકોટા વિધાનસભા મત વિસ્તારના મતદાર છે તેઓ પોતે મતદાન કરી શકતા નથી. એ જ રીતે રાવપુરાના ઉમેદવાર બાલુ શુક્લ પોતાને મત આપી શકતા નથી, તેમનો મત પણ માંજલપુર વિસ્તારમાં પડે છે. શેહરવાડીના ઉમેદવાર અને મંત્રી મનીષાબેન વકીલ જ્યાં ઉમેદવાર છે ત્યાં મતદાન કરી શકતા નથી. તેમનો મત પણ સયાજીગંજમાં છે. ભાજપના નગરના અકોટાના ઉમેદવાર ચૈતન્ય દેસાઈ માત્ર તેમના મતવિસ્તારમાં જ મતદાન કરી શકશે.

Advertisement

કોંગ્રેસના 5 વિધાનસભા ઉમેદવારોમાંથી 2 ઉમેદવારો પોતાને મત આપી શકતા નથી, જેમાં અકોટાના ઉમેદવાર ઋત્વિજ જોષી શેહર વાડીના મતદાર છે અને માંજલુપરના ડો.તશ્વિનસિંહ અકોટા વિધાનસભાના મતદાર છે. આથી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો પોતાના સિવાયના મતવિસ્તારોમાંથી મત આપવાનો વારો આવશે. જેના કારણે તેઓ મત પોતાને આપી શકશે નહીં. પરંતુ પોતાની પાર્ટીને તેઓ મત આપશે.


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર નજીક વિશ્વ વનમાં “ક્યા આપ મેરે રામ બનોગે !” થીમ પર વિદેશી કલાકારો દ્વારા પ્રસ્તુત કરાયું રામાયણ.

ProudOfGujarat

સિહોરના રાજકોટ રોડ ભગવતી નગર નાકે દુકાન માંથી ચોરી કરનાર કિશન લોક-અપના સળિયા પાછળ ધકેલાયો..

ProudOfGujarat

કેમિકલ ભરવાના બેરલની આડમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી વડોદરા એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!