Proud of Gujarat
FeaturedGujaratINDIA

પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ઓરીના શંકાસ્પદ કેસો નોંધાયા : મુંબઇમાં ઓરીના ભરડામાં ૧ર ના મોત.

Share

પોરબંદર શહેરની ખાનગી હોસ્પિટલમાં ઓરી રોગના બાળકોમાં શંકાસ્પદ કેસો નોંધાયા છે. તાજેતરમાં મુંબઇમાં ઓરીના ભરડામાં ૧ર બાળકોના મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા હતા. પોરબંદરમાં ઓરીના શંકાસ્પદ રોગ દેખાતા ડોકટરો પણ ચિંતિત બન્યા છે. શંકાસ્પદ કેસના સેમ્પર જામનગર મોકલ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાનગી હોસ્પિટલના તબીબે ઓરી નામના રોગને લઇને ક્યાં પ્રકારની સાવચેતી રાખવી અને લક્ષણો વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી અને નાગરીકોને અપીલ કરી હતી કે ઓરી રોગના લક્ષણો જણાય તો તાત્કાલીક બાળકોના ડોકટર પાસે સારવાર માટે જવું જોઇએ. અંધશ્રદ્ધામાં ન આવવા પણ અપીલ કરવામાં આવી હતી.

ઓરીના કારણે મુંબઇમાં હલચલ મચી ગઇ છે. મળતી માહિતી મુજબ આ બીમારીના કારણે અત્યાર સુધીમાં ૧ર બાળકોના મોત થયા છે. તેના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકારે ગત બુધવારે એક એડવાઇઝરી જાહેર કરી હતી. બિહાર, ગુજરાત, કેરળ અને મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કેસોને લઇને વધતી જતી સંખ્યાથી સરકાર ચિંતિત છે. આ માટે રાજ્યને સલાહ આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ મુંબઇમાં ઓરીના કેસો વધી રહ્યાં છે. જેથી નાગરીકોએ પોતાના બાળકો માટે ક્યાં પ્રકારની સાવચેતી રાખવી તે અંગે પણ માર્ગદર્શન સરકાર દ્વારા અપાઇ રહ્યું છે. કેન્દ્ર સરકારે રાચી, અમદાવાદ અને મલપ્પપુરમાં બાળકોમાં ઓરીના કેસોની સંખ્યામાં વધારાનું મુલ્યાંકન કરવા અને તેનું સંચાલન કરવા માટે ઉચ્ચસ્તરીય ટીમો તૈનાત કરી છે. આરોગ્ય મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે આ ટીમો ઓરીના કેસો વધતા જતા વલણની તપાસ કરશે. નિવેદન મુબજ આ ટીમો રાજ્યના આરોગ્ય અધિકારીઓને રોગ સાથે વ્યવહાર કરવામાં મદદ કરશે.

Advertisement

ઓરીના કેસને લઇને પોરબંદરની જો વાત કરીએ તો પોરબંદરની ખાનગી આશા હોસ્પિટલમાં ઓક્ટોબરમાં એક શંકાસ્પદ ઓરી તથા નૂરબીબી તેમજ નવેમ્બરમાં ત્રણ ઓરીના શંકાસ્પદ કેસો જણાતા જામનગર રિપોર્ટ મોકલવામાં આવ્યા છે. બાળકોના ડોકટર વીધી કડછાએ જણાવ્યું હતું કે હાલ ઓપીડી દરમિયાન વાયરલ ઇન્ફેકશન વધુ જોવા મળે છે. આ વાયરસ ઇન્ફેકશનમાં ખાસ કરીને બાળકોમાં તાવની સાથે શરીરમાં લાલ ચાઠા થઇ જાય છે. આ રોગ અત્યારે ઓરી, નૂરબીબી, રૂબેલા હોય શકે છે. એની સાથે બીજા લક્ષણોમાં બાળકોમાં તાવ, શરદી ત્યારબાદ શરીરમાં ચકામા થઇ જાય છે. આવા કોઇ પણ લક્ષણો દેખાય તો માતા-પિતાએ તરત જ બાળકોના ડોકટરને બતાવવું જોઇએ કારણ કે આ ચેપી રોગ છે. બાળકને એકબીજાને અડવાથી તેમજ શ્વાસોચ્છવાસથી પણ આ રોગ ફેલાય છે. આ રોગનું ચોક્કસ પણે નિદાન થવું જરૂરી છે. આશા હોસ્પિટલમાં આ પ્રકારના દર્દીઓ સારવાર માટે અમારા દ્વારા એક સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. આઇસોલેશન વોર્ડ તેમજ સ્પેશ્યલ ટીમ દ્વારા સારવાર આપવામાં આવે છે. સ્પેશીફીક ટેસ્ટીંગ માટે જામનગર રિપોર્ટ મોકલવામાં આવે છે. જેના કારણે ખબર પડે છે કે બાળકને ક્યો રોગ છે. તેમજ આ બાબતે જિલ્લા પંચાયતને પણ જાણ કરવામાં આવે છે જેથી આજુબાજુ વિસ્તારના જે બાળકો છે તે બાળકોમાં આ રોગ ફેલાતો અટકાવી શકાય છે. માતા-પિતાએ પોતાના બાળકમાં આ રોગ ન થાય તે માટે રસીકરણ એક માત્ર ઉપાય છે. બાળકોને રસી અપાવવી જોઇએ. બાળકોને સરકારી પોગ્રામમાં પણ આ રસી ઉપલબ્ધ છે તેમજ આશા હોસ્પિટલમાં પણ આ રસી રાહતદરે આપવામાં આવે છે. ઓરીના કોઇ પણ લક્ષણ જણાય તો તરત જ બાળકોના ડોકટરનો તુરંત સંપર્ક કરી સારવાર લેવી આવશ્યક.


Share

Related posts

શપથ ગ્રહણ પહેલા વિજય રૂપાણી અને સી.આર પાટીલને મળવા પહોંચ્યા ભૂપેન્દ્ર પટેલ.

ProudOfGujarat

અંકલેશ્વર- સુજલામ સુફલામ અંતર્ગત ખોદવામાં આવેલું તળાવ સ્થાનિકો માટે બન્યું માથાનો દુખાવો, તળાવનું પાણી સોસાયટીમાં ભરાયું…

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહીબીશન એક્ટના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!