મૂળી સુરેન્દ્રનગર હાઇવે પર કુકડા ગામ પાસે વિદેશે દારૂ ભરેલ કરેલ પસાર થવાની બાતમી મળી હતી. આધારે સુરેન્દ્રનગર એલસીબી ટીમે દરોડો કર્યો હતો. જેમાં ઇકો કાર રોકડા મોબાઇલ વિદેશી દારૂ સહિત 3.93 લાખનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી કરાઈ છે. રવિવારે મોડી રાત્રે સુરેન્દ્રનગર એલસીબી ટીમને બાતમી મળી હતી કે મૂળી સુરેન્દ્રનગર હાઇવે પર વિદેશી દારૂ સાથે કાર પસાર થવાની છે. જેથી સ્ટાફે તપાસ આરંભી હતી. જેમાં ત્યાંથી પસાર થતી ઇકો કારને અટકાવી તપાસ કરતા પાછળનાં ભાગે રાખેલ વિદેશી દારૂનો જથ્થો જેમાં બિયર નંગ 312, રોયલ કલાસિકનાં 288 સહિત 60હજારનો મુદામાલ તેમજ ઇકો મોબાઇલ, રોકડા સહિત 3.93 લાખનો મુદામાલ જપ્ત કરી દીગસર વામન પાસે રહેતા બાબુભાઇ ખેતાભાઇ પારધી,નરેશભાઇ દેવજીભાઇ પારધી, શેખપરનાં દિવ્યરાજસિંહ ઉર્ફે મોન્ટુ ભાઇ જનકસિંહ પરમાર તેમજ માધવસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લેવાયા હતા. જયારે દારૂ જેમની પાસેથી લીધેલ તેઓ નવાણીયાનાં યુવરાજસિંહ ક્રિપાલસિંહ પરમાર સામે ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે.
સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમ મુળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવા દરમિયાન દારૂ અંગે બાતમી મળી હતી. આથી નવાણીયા ગામ સીમ નળીયા રોડ પરના ખેતરમાં દરોડો કરાયો હતો. જ્યાં એરંડાની આડમાં છુપાવેલો વિદેશી દારૂ.28,400 નો ઝડપાયો હતો. જ્યારે આરોપી ફરાર થઇ જતા મૂળી પોલીસ સ્ટેશન ગુનો નોંધાવાયો હતો. જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા ચાલુ હોવાથી ખાસ ડ્રાઇવ યોજી દારૂની બદી નાબૂદ કરવા પોલીસવડાએ સૂચના આપી હતી. ટીમ મૂળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવા દરમિયાન દારૂ અંગે બાતમી મળતા નવાણીયા ગામની સીમા નળીયા રોડ પર આવેલા ખેતરમાં તપાસ હાથ ધરી હતી. જ્યાં એરંડામાં તપાસ કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો. બીયર 200, વ્હીસ્કી 48, ભારતીય બનાવટનો વિદેશી દારૂ 12 મળી કુલ 28,400 નો મુદામાલ જપ્ત કરાયો હતો. ખેતર માલીક નવાણીયાના યુવરાજસિંહ ક્રિપાલસિંહ પરમાર ફરાર થઇ જતા મૂળી પોલીસ સ્ટેશન ગુનો નોંધાવાયો હતો. આ કાર્યવાહીમાં પીઆઇ વી.વી.ત્રિવેદીના માર્ગદર્શનમાં, પીએસઆઇ વી.આર.જાડેજા, અમનકુમાર,ગોવિંદભાઇ સહિત ટીમ જોડાઇ હતી.
સુરેન્દ્રનગર એલસીબી ટીમે કુકડા ગામ પાસેથી વિદેશી દારૂ સહિત 3.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
Advertisement