આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 એક ડિસેમ્બર અને પાંચ ડિસેમ્બરના રોજ બે તબક્કાવાર યોજનાર છે. જ્યારે વિધાનસભાની સામાન્ય ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.
વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 ના લોકશાહીના આ અવસરને સાર્થક બનાવવા માટે રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત તા.૨૮/૧૧/૨૦૨૨ નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે “યુવા સંવાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા સંવાદ કાર્યક્રમ થકી સુરત જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે અંતર્ગત યુવાઓને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા
જયારે આ કાર્યક્રમમાં યુનિવર્સિટીનાં આદરણીય કુલસચિવ ડૉ. રમેશદાન ગઢવી, મુખ્ય વક્તા તરીકે ડૉ. રિતેશ શાહ, સિન્ડીકેટ સભ્ય કિરણભાઈ ઘોઘારી, એન.એસ.એસ. વિભાગના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પ્રકાશચંદ્ર હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં વી.ન.દ.ગુ.યુનિના કેમ્પસમાં આવેલ વિવિધ અનુસ્નાતક વિભાગોના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અને વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહનું માહોલ જોવા મળ્યો હતો.આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન અને વ્યવસ્થા એન.એસ.એસ. વિભાગના પ્રકાશચંદ્ર દ્વારા કરવામાં આવેલ હતી.