કપડવંજ ઝુલેલાલ મંદિરના વંશજ અને ગાદીપતિ બાબાસાહેબનું દિલીપકુમાર રામચંદ વાસવાણીનું નિધન થયેલ છે હાલમાં તેઓ જુલેલાલ મંદિર જવાહર નગરમાં ગાદીપતિ તરીકે ફરજ બજાવતા હતા. દિલીપ કુમારના દાદા શ્રી જ્ઞાનચંદ વાસવાણી પ્રી પાટેશન પહેલા અખંડ ભારતના સિંધ પ્રાંતમાં ભગવાન જુલેલાલની પૂજા અર્ચના કરતા હતા. સિંધ પ્રાંતમાંથી 1947 માં જ્યારે ભારતના અને પાકિસ્તાનના બે ભાગ પડ્યા ત્યારે સિંધ પ્રાંતમાંથી હિજરત કરી આવેલા સિંધી સમાજ કહેવામાં આવે છે કે સિંધમાંથી જ્યારે ઘર બાર છોડી ભારત આવતા ભગવાન શ્રી ઝૂલેલાલનો ભેરાણા સાહેબ સિંધ પ્રાંતમાં ઉતાવળમાં ભૂલી ગયા હતા ત્યાર આકાશવાણી થઈ પછી અડધેથી પાછા જઈને બાબાં જ્ઞાનચંદ ભગવાન શ્રી જુલેલાલનો ભેરાણો સાહેબ લઈને આવ્યા હતા ત્યારથી અત્યાર સુધી કપડવંજ શહેરમાં ઝુલેલાલ ભગવાનની દર બીજે અને દર શુક્રવારે પૂજા અર્ચના થતી હતી અને ચેટીચંદ મહોત્સવ ઉજવાતો હતો જ્ઞાનચંદ પછી તેમના દીકરા રામચંદ ગાદીપતિ હતા અને ત્યારબાદ તેમના દીકરા શ્રી દિલીપકુમાર ગાદીપતિ એ બિરાજમાન હતા અને તેઓનું દુઃખદ અવસાન થયેલ છે તેઓની રવિવારે સવારે અંતિમયાત્રા નીકળી હતી. આ યાત્રામાં સિંધી હિન્દુ પંચાયતના પ્રમુખ ચેતનદાસ લખવાણી અને સિંધી સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ મનોજકુમાર પમનાણી સહિત મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા. કપડવંજ સિંધી સમાજમા શોકની લાગણી વ્યાપી ગઇ છે.
નરેશ ગનવાણી : નડિયાદ