ભરૂચ જિલ્લાના વિવિધ મેડીકલ સ્ટોર ઉપર બીલ પર “ભૂલતા નહી: મતદાન તારીખ ૧ ડિસેમ્બર જિ:ભરૂચ” મેસેજના સિક્કાની મદદથી મતદાન કરવા જન જાગૃત્તિનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે, અને લોકશાહીના પર્વની ઉજવણીમાં સહભાગી બને એ માટે ભરૂચના વિવિધ મેડીકલ સ્ટોર પર બેનરો સાથે “ભૂલતા નહી: મતદાન તારીખ ૧ ડિસેમ્બર જિ:ભરૂચ” ના સિક્કા થકી ગ્રાહકના બીલ પર સિક્કો છાપીને અનોખી રીતે મતદારોને મતદાન માટે જાગૃત્ત થવાનો સંદેશ આપ્યો છે.
વધુમાં, ભરૂચ ખાતે મિશન ૨૦૨૨ અંતર્ગત મતદાનની ટકાવારી વધારવા ભરૂચ જિલ્લામાં ભૂલતા નહી મતદાનની તારીખના સ્ટીકર તૈયાર કરી નાની દુકાનો, લારીઓ સરકારી કચેરીઓ, અનાજ કરિયાણાની દુકાનો પર લોકો વાંચી શકે તે રીતે લગાડવામાં આવ્યાં હતા.
Advertisement