અંકલેશ્વરના નવા બોરભાઠા ગામની પ્રાથમિક શાળામાં શૌચાલય તોડવાની કામગીરી કરતાં ૮ થી ૧૦ પૈકી એક વિદ્યાર્થી શૌચાલયની દીવાલ નીચે દબાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. અંકલેશ્વર તાલુકાના નવા સરફૂદ્દીન ગામમાં રહેતો શિવમ પ્રવીણ વસાવા ધોરણ-૭ મા અભ્યાસ કરવા આવ્યો હતો પરંતુ શાળાના શિક્ષકોએ તેને અભ્યાસને બદલે શાળાનું શૌચાલય તોડવાની કામગીરી સોપાતા દુર્ઘટના બની હોવાના આક્ષેપ તેની માતા સાથે અન્ય વાલીઓએ કર્યા છે. શાળામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા અન્ય કામગીરી કરાવવામાં આવતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે શાળાના શિક્ષકોની આવી કામગીરી સામે સવાલો ખડા થયા છે.
Advertisement