Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા ચૂંટણી તંત્રએ બનાવેલ કર્તવ્યપારાયણતાના પોડકાસ્ટનું કલેક્ટરે કર્યું લોન્ચિંગ.

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુસંધાને વડોદરામાં કલેક્ટર તંત્ર દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકશાહીના મહાપર્વમાં કર્તવ્યપારાયણતાને પોડકાસ્ટમાં ઉતારવામાં આવી છે. લોકતંત્રના પ્રહારીઓની વાત કરતા આ પોડકાસ્ટમાં ૨૦ પ્રહરિઓની વાર્તાઓને આવરી લેવામાં આવી છે. આ પોડકાસ્ટને કલેક્ટર અતુલ ગોર અને નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ દ્વારા લોન્ચ કરવામાં આવ્યા હતા. આ પોડકાસ્ક વિવિધ રેડિયો ચેનલ અને ઓટીટી પ્લેટફોર્મ ઉપર સાંભળી શકાશે.

એક પણ મતદાર મતદાનથી વંચિત ના રહે તેવા ઉદ્દાતભાવથી ચૂંટણી તંત્ર દ્વારા જે વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવે છે, તેની વાતો આ પોડકાસ્ટમાં આવરી લેવામાં આવી છે. જેમાં નીઓટેક સંસ્થાનો સહયોગ મળ્યો છે.

Advertisement

આ પોડકાસ્ટમાં ગિરજંગલના મધ્યમાં આવેલા બાણેજ તીર્થના મંદિરના એક માત્ર પૂજારી માટે કરવામાં આવતી મતદાનની વ્યવસ્થા, હિમાચલ પ્રદેશના દુર્ગમ વિસ્તારોમાં ચૂંટણી પ્રક્રીયા કેવી રીતે યોજવામાં આવે છે ?, એક મતના કારણે થતી હારજીતથી મતની કિંમત કેવી હોય છે ? સહિતની બાબતોને કર્ણપ્રિય અવાજથી કહેવામાં આવી છે. આવી ૨૦ સ્ટોરી કહેવામાં આવી છે.

અવરસ અભિયાનના નોડેલ ડો. બી. એસ. પ્રજાપતિએ અમલમાં મૂકેલા આ સુંદર વિચારને પગલે સફળવાર્તાઓને પોડકાસ્ટનું સ્વરૂપ આપવામાં વડોદરા ચૂંટણી તંત્ર રાજ્યમાં પ્રથમ બન્યું છે.

કલેક્ટર અતુલ ગોરે ઉક્ત માહિતી આપતા ઉમેર્યું કે, લોકશાહીનો ઉત્સવ ઉજવવા માટે તંત્ર દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવે છે, તેનો આલેખ મળી રહે છે. આ તમામ વ્યવસ્થાઓ મતદારો માટે થાય છે. ત્યારે, વડોદરા જિલ્લાના તમામ મતદારો આગામી તા. ૫ મી ડિસેમ્બરના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ આવશ્યક છે. આ લોન્ચિંગ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

વડોદરાના વાઘોડિયા વિસ્તારના સ્વઘોષિત ઉમેદવારે વિધાનસભાનો ક્રમાંક પણ ખોટો લખ્યો, આવા નેતાઓ ચૂંટણીમાં ઝંપલાવશે !

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ તાલુકાનું કુંવરપુરા ગામ બન્યું વૃક્ષમિત્ર : ગામ લોકોએ ત્રણ વર્ષમાં કુલ 27,500 વૃક્ષોનું વાવેતર કર્યું.

ProudOfGujarat

નથી રહી કોઈ અપેક્ષા આપની પાસે પ્રેમની, હું જ પ્રેમમાં પાગલ આપને તકલીફ દઇ બેઠો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!