Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : “મુન્શી ટ્રસ્ટ અને ઇલેકટોરલ લિટરસી ક્લબ”ના સયુંકત ઉપક્રમે “મતદાન જાગૃતિ રેલી ” યોજાઇ.

Share

આજરોજ તારીખ ૨૨-૧૧-૨૦૨૨ ના રોજ સવારે ૯.૦૦ કલાકે મુન્શી ટ્રસ્ટ અને ઇલેકટોરલ લિટરસી ક્લબના સયુંકત ઉપક્રમે મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ટ્રસ્ટના 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ રેલીનું જંબુસર બાયપાસ ચોકડી પરથી ભરૂચના સમાહર્તા માનનીય કલેક્ટર સાહેબ તુષાર સુમેરા સાહેબે પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં મુન્શી ટ્રસ્ટના ટ્રસ્ટી યુનુસભાઈ પટેલ, કારોબારી સભ્ય સલીમભાઈ અમદાવાદી, મુન્શી ટ્રસ્ટના C.E.O. સુહેલ સાહેબ, V.C.T.ના C.E.O. નુસરતબહેન, મુન્શી ટ્રસ્ટનો અડ્મિન સ્ટાફ, D.E.O. કચેરીના E.I. સાહેબ, REC સાહેબ, સીટીકેર હોસ્પિટલના ડો. મિનહાજ પટેલ તથા સાથી ડોક્ટરો, સ્ટાફ અને નર્સો, W.B.V.F.ના ઈન્ડિયા ચેપ્ટરના પ્રમુખ આદમભાઈ, સામાજિક આગેવાનો, વડીલો, મીડિયાના કર્મચારીઓ, મતદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને “હૂં વોટ કરીશ ” ના સાઈન બોર્ડ પર સહી કરી હતી.

ત્યારબાદ આ રેલીના પ્રસ્થાન સમયે મતદાન જાગૃતિના હેન્ડબીલોનું દરેક દુકાનો, અને સોસાયટીના દરેક ઘરોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ રેલીની પુર્ણાહુતી શિફા પર કરવામાં આવી જ્યાં સામાજિક આગેવાનો, APMC ફ્રૂટ એસોશિયેશનનો સ્ટાફ, સબ્જી માર્કેટના સભ્યો, કરિયાણા સ્ટોર્સના માલિકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રેલીમાં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓને અલ્પાહાર આપી વિદાય આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદ : પૂ.રવિશંકર મહારાજની ૧૩૮મી જન્મજયંતિ નિમિત્તે યોજાઇ પદયાત્રા.

ProudOfGujarat

ડેડીયાપાડા સાગબારા તાલુકામાં નલ સે જલ યોજનામાં ગેરરીતિઓના આક્ષેપ સાથે ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો.

ProudOfGujarat

પ્રેમની વચ્ચે ધર્મ આવીને ઊભો રહી ગયો છતાં સચિન પાયલોટ અને સારાહ અબ્દુલાનો પ્રેમ અતુટ રહ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!