Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : બોરીદ્રા ગામમાં વારંવાર ધ્રુજતી ધરતી ચકાસવા ગાંધીનગર ‘ISR’ ની ટીમ પહોંચી.

Share

નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામે મુકાયેલ સિસ્મોલોજી યંત્રમાં 1.4 ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. જે ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ કેવડિયાથી 20 કિમી દૂરનું નોંધાયું અને 18.1.કિમીની ઊંડાઈ પર આવતા આંચકા સામાન્ય હોવાનું અને કોઈ નુકસાન થશે નહીંની વાત સંબંધિત આધિકારીઓ કહી રહ્યા છે. ત્યારે એક જ વિસ્તારમાં આવતા સતત આંચકા, કરજણ ડેમથી માત્ર 7 કિમિ દૂર આ બોરીદ્રા ગામે આવતા ભૂગર્ભ આંચકા કોઈ મોટી દુર્ઘટના ન નોતરે તેના પર ગાંધીનગરની ટીમ આ સિસ્મોલોજી યંત્ર પર નજર રાખી બેઠી છે.

સિસમોલોજી યંત્ર ગાંધીનગર કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામે છેલ્લા 1 મહિનાથી ભૂગર્ભમાં ધરતી કંપ જેવા ભેદી ધડાકા સંભળાતા હતા. જેને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. રાત્રીના સમયે પેટાળમાં ધડાકા થતા આખું ગામ ધ્રુજી ઉઠતું હતું અને મકાનો પણ ધ્રુજતા હતા. એટલે આખું ગામ ઘરની બહાર નીકળી આખી રાત જાગતા હતા. આજુબાજુના ગામોમાં પણ આવું અનેક વાર થયું હતું. બોરીદ્રા અને આજુબાજુના ગામોમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકા આવતા હતા. આવું છેલ્લા મહિનાથી થઈ રહ્યું હતું. તેથી ગ્રામજનોએ આ અંગે કલેકટરને તપાસ કરવા જાણ કરી હતી. જેમાં જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જાણ કરતા ગાંધીનગરના (ISR) ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર વિભાગના અધિકારીઓની ટીમ ગામમાં પહોંચી હતી. જેમાં બોરીદ્રા ગામે આવીને આ ભેદી ધડાકાની શોધ કરતા ગામમાં સીસોમોલોજી યંત્ર ગોઠવવામાં આવ્યું અને ભૂકંપને માપવાની શરૂઆત કરવામાં આવી. સિસમોલોજી યંત્ર મુકાયા બાદ ગાંધીનગર કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવ્યું હતું. જેમાં તપાસને અંતે ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ કેવડિયાથી 20 કિમી દુર હોવાનું ગાંધીનગરથી આવેલી ટીમના તજજ્ઞોનું કહેવું છે કે, 1.5 થી 2ની તીવ્રતાનો આંચકો નોંધાઈ રહ્યો છે. બોરિદ્રા ગામે ગત રાત્રીના 1.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ગાંધીનગર ખાતેના કંટ્રોલ રૂમ ખાતે નોંધાયો હતો જે સામાન્ય છે. ખાસ કોઈ નુકસાની વાળો નથી અને આ પૃથ્વીના પેટાળમાં આવતા આંચકા કયા કારણો સર છે? ભૂકંપનો આંચકો છે કે કોઈ બીજું કારણ? આ બધી બાબતોનું સર્વે ગાંધીનગર ISR ની ટીમો કરી રહી છે. તેમનું કહેવું છે કે, કોઈ મોટો ઝાટકો અત્યાર સુધી નોંધાયો નથી, હાલ જે નોંધાયો તે 1.4 ની તીવ્રતાનો છે. જે એકદમ સામાન્ય છે અને ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ કેવડિયાથી 20 કિમી દુરનું નોંધાયું છે. જે 18.1.કિમીની ઊંડાઈ પર આવતા આંચકા આવતા હોય જેની તાપસ ચાલુ છે.

ગામના જયંતી વસાવાના ઘરમાં સીસોમોલોજી યંત્ર ગોઠવવામાં આવ્યું અને ભૂકંપને માપવાની શરૂઆત કરવામાં આવી. સિસમોલોજી યંત્ર મુકાયા બાદ ગાંધીનગર કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવ્યું છે અને હજુ પણ આંચકા નોંધાય છે. આની ચકાસણી 6 મહિના સુધી ચાલશે અને ગ્રામજનોને પણ સામાન્ય ભૂકંપ હોવાની વાત કરી ભય મુક્ત કર્યા હતા.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

માંગરોળ : વાંકલમાં કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરની ઉપસ્થિતિમાં ભાજપની કારોબારી સભા યોજાઈ

ProudOfGujarat

વધતા ફુગાવાના ભય વચ્ચે ભારતમાં નાણાકીય સુખાકારીનું મહત્વવધી રહ્યું છે – આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો ઇન્ડિયા વેલનેસ ઇન્ડેક્સ.

ProudOfGujarat

મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મીરે એસેટ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડની રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!