મોરબી દુર્ઘટનાને લઈને ચૂંટણી ટાણે સરકાર એક્શનમાં આવી ગઈ છે.જે અનુસંધાને રાજ્યમાં તમામ બ્રીજોની ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ ગુજરાત સરકાર તરફથી ગાંધીનગરમાં આવેલા આલેખન વર્તુળના અધિકારીઓની એક ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. લગભગ ત્રણ દિવસ નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરીને આ ટીમે રાજપીપળાને જોડાતા મુખ્ય માર્ગ, માર્ગ અને મકાન દ્વારા બનાવવામાં આવેલ સ્ટેટ, પંચાયત અને નેશનલ હાઇવે મળીને મોટા બ્રીજ, નાના બ્રીજ તથા વિવિધ સ્ટ્રકચરની ચકાસણી કરવામાં આવી હતી. આમ આ ટીમ દ્વારા કુલ 60 જેવા બ્રિજની ચકાસણી કરવામાં આવી હતી. આ ટીમ સાથે સ્ટેટ અને પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પણ સાથે રહ્યા છે. મોનીટરીંગ સેલની કમિટીએ નર્મદા જિલ્લાના 60 જેટલા બ્રિજની ચકાસણી કરી હતી. આ બાદ જો બ્રિજમાં કોઈ ખામી હોય તો તાત્કાલિક રીપેરીંગની સૂચના આપવામાં આવી હતી. હાલ નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરીને ગાંધીનગરની મોનીટરીંગ ટીમ સર્વે માટે રાજપીપળા પહોંચી હતી અને બ્રિજમાં કોઈ ખામી હોય તો તાત્કાલિક રીપેરીંગની સૂચના આપી હતી.
જોકે ચાણોદ પોઇચા પૂલ ત્રણવાર રીપેરીગના કામ માટે બંધ કરાયો હતો એ જ પ્રમાણે રાજપીપલા રામગઢને જોડતો પૂલ પણ વચ્ચેથી બેસી જતા અને છેડે 20 ફૂટનું ગાબડું પડતા મોરબી દુર્ઘટના પછી આ પૂલ બંધ કરી ડાઇવઝન અપાયું છે ત્યારે આ પુલોના તકલાદી કામ અંગે કોઈ તપાસ થઈ નથી કે આજદિન સુધી જવાબ દારો સામે કોઈ પગલાં લીધા નથી. આ તપાસ પછી આગળ ગાંધીનગરની મોનીટરીંગ સર્વે ટીમશું પગલાં ભરે તે હવે જોવું રહ્યું.
દીપક જગતાપ, રાજપીપલા