એક એનબીએફસી અને મિરે એસેટ ગ્રૂપની પેટાકંપની મિરે એસેટ ફાઇનાન્શિયલ સર્વિસિસ (એમએએફએસ)એ 16મી નવેમ્બર 2022ના રોજ શૅર્સ સામે લોન (એલએએસ)સુવિધા રજૂ કરી છે. એનએસડીએલ-રજિસ્ટર્ડ ડીમેટ એકાઉન્ટ ધરાવતા તમામ વપરાશકર્તાઓને એમએએફએસ મોબાઇલ એપ્લિકેશન દ્વારા લોન ઉપલબ્ધ થશે.
મિરે એસેટ ફાઇનાન્શિયલ સર્વિસિસ શૅર્સ સામે એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ લોન આપનારી પહેલી કંપની છે.
એનએસડીએલ ડીમેટ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો તેમના ઈક્વિટી રોકાણો ઓનલાઈન ગીરવે મૂકીને રૂ. 10,000 થી રૂ. એક કરોડ સુધીની એલએએસ મર્યાદાનો લાભ લઈ શકશે. ગ્રાહકો માન્ય ઈક્વિટીની મોટી યાદીમાંથી ગીરવે મૂકી શકે છે અને તે જ દિવસે લોન એકાઉન્ટ બનાવી શકે છે.
આ લોન ઓવરડ્રાફ્ટ સુવિધાના રૂપમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગ્રાહકો જ્યારે પણ અને જ્યાં પણ જરૂર હોય ત્યાંથી મોબાઈલ એપ દ્વારા જરૂરી રકમ ઉપાડી શકશે. ઉપાડ કરવા પર, તે જ દિવસે રકમ સીધી ગ્રાહકના બેંક ખાતામાં જમા થશે. વાર્ષિક નવ ટકા વ્યાજ દર માત્ર ઉપયોગ કરેલ રકમ અને ઉપયોગ કરેલ સમયગાળા માટે જ લાગુ થશે. વપરાશકારો મોબાઈલ એપ્લિકેશન દ્વારા એલએએસ મર્યાદા માટે અરજી કરી શકે છે, જરૂરી રકમ ઉપાડી શકે છે અને ચૂકવણી કરી શકે છે, લોન એકાઉન્ટને બંધ કરી શકે છે અને અન્ય ઘણી પ્રવૃત્તિઓ સીધી ઑનલાઇન પૂર્ણ કરી શકે છે.
અગાઉની બોજારૂપ અરજી પ્રક્રિયા અને લોન ખાતું બનાવવામાં લાંબો સમય લાગતો હોવાથી ગ્રાહકો ઘણી વાર નિરાશ થતા હતા. મિરે એસેટ ફાઇનાન્શિયલ સર્વિસિસની મ્યુચ્યુઅલ ફંડ્સ સામે ઓનલાઈન લોનની સુવિધાને સારી સ્વીકૃતિ મળી છે તેથી હવે શૅર સામે લોન ઉમેરીને આ સુવિધાને વધુ વિસ્તારવાનો તેનો હેતુ છે. પેપરવર્કની ઝંઝટ વિના તે જ દિવસે શૅર સામે લોન મેળવવાની ક્ષમતા પૂરી પાડવી એ પ્રોડક્ટને આગળ વધારવા માટે બ્રાન્ડના પ્રયત્નોમાં મુખ્ય પરિબળ છે.
આ રજૂઆત પર બોલતા મિરે એસેટ ફાઈનાન્સિયલ સર્વિસીસ (ઈન્ડિયા)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) ક્રિષ્ના કન્હૈયાએ જણાવ્યું હતું કે “અમારા પ્રોડક્ટ ફોલિયોમાં એનએસડીએલના સહયોગમાં શૅરો સામે ડિજિટલ લોનનો ઉમેરો એક પ્રોત્સાહક પગલું છે. ગ્રાહકો તેમના શૅર ઓનલાઈન ગીરવે મૂકીને તે જ દિવસે તેમને શૅર સામે લોન મેળવવા અમને સક્ષમ બનાવવાની પરવાનગી આપી તે બદલ એનએસડીએલની ટેક્નોલોજી પહેલનો આભાર માનીએ છીએ. કંપનીએ અગાઉ રજૂ કરેલા મ્યુચ્યુઅલ ફંડ્સ સામે લોનની સુવિધા માટે અમને પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે અને મને વિશ્વાસ છે કે શૅરો સામેની લોન અમારા ગ્રાહકોને તેમના બિનઆયોજિત અને ટૂંકા ગાળાના ખર્ચનું સંચાલન કરવા માટે વધુ વિકલ્પો આપશે. શૅર રોકાણકારોનું વધતું છૂટક બજાર એલએએસ પ્રોડક્ટ્સને વધુ મહત્ત્વપૂર્ણ બનાવે છે કારણ કે તે રોકાણકારોને તેમના રોકાણને સુરક્ષિત રાખવા અને ટૂંકા ગાળાના ખર્ચાઓ જેમ કે મુસાફરી, તબીબી ખર્ચ, ઘરની મરામત વગેરેને એકસાથે સંચાલન કરવા માટે તરલતા પ્રદાન કરવાની મંજૂરી આપે છે.”
નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ) ના એમડી અને સીઈઓ શ્રીમતી પદ્મજા ચુન્દુરુએ જણાવ્યું હતું કે “એનએસડીએલ એ ભારતીય સિક્યોરિટીઝ માર્કેટ માટે ટેક્નોલોજી સક્ષમ અને સુવિધા આપનાર છે. અમારી ટેક્નોલોજી અને એપીઆઈ સ્ટેક્સ માર્કેટ પાર્ટિસિપન્ટ્સ અને રોકાણકારોને કામગીરી અને વ્યવસાયમાં સરળતા સાથે સુવિધા આપે તે બાબતની અમે ખાતરી આપીએ છીએ. ડિજિટલ એલએએસ માટે એનએસડીએલ અને મિરે એસેટ ફાઈનાન્શિયલ સર્વિસીસ (એમએએફએસ) વચ્ચે અમલમાં આવેલ ટેક્નોલોજી સહયોગ, એનએસડીએલના ડીમેટ ખાતાધારકો માટે ખૂબ જ ઓછા સમયમાં, ડિજિટલ માધ્યમમાં સિક્યોરિટીઝ સામે લોન મેળવવા માટે એક અનન્ય પ્રોડક્ટ પ્રસ્તાવ આપે છે. લોનની શરૂઆતની પ્રક્રિયાથી લઈને, ડીમેટ ખાતામાં સિક્યોરિટીઝના ગીરવે મુકવા અને લોનના વિતરણ સુધી, સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે સ્વચાલિત અને ડિજીટાઈઝ્ડ છે. એનએસડીએલ ડીમેટ ખાતા ધારકો કે જેમને તેમની અંગત જરૂરિયાતો અથવા તો કટોકટી માટે ત્વરિત અને ઝડપી લોનની જરૂર છે તેઓ હવે પરંપરાગત માધ્યમોથી આગળ વધીને ડિજિટલ માધ્યમથી તેનો લાભ લઈ શકશે. એલએએસ સુવિધા માટે ડીમેટ ખાતામાં સિક્યોરિટીઝ ગીરવે મુકવામાં આવે છે, ત્યારે પણ ડીમેટ ખાતાધારકો તેમના પ્લેજ કરેલા શેરમાં મળતા કોર્પોરેટ લાભોને હકદાર છે અને તેઓ તે મેળવી શકે છે.
સૂચિત્રા આયરે