ચૂંટણી ટાણે દારૂ અને ગાંજાની હેરાફેરી વધતી જતા બુટલેગરો પોલીસની નજરમાં ધૂળ નાખવા દારૂનો માલ, ગાંજો સંતાડવાના અવનવા નુસખા અપનાવતા હોય છે. કેટલાક ટ્રકમાં ચોરખાનું બનાવી દારૂ સંતાડે છે તો કેટલાક પોલીસને શંકા ના જાય તે માટે સરકારી બસમાં ગાંજો સંતાડવાના નુસખા અપનાવતા હોય છે. તાજેતરમાં સરકારી બસમાં ગાંજાની હેરાફેરી કરતા પોલીસે ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદાએ આગામી સમયમાં વિઘાનસભાની ચુંટણી શાંતિમય વાતાવરણમાં પુર્ણ થાય તે હેતુસર જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પાડી પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનાઓ અનુસંઘાને શજી.એ.સરવૈયા નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા વિભાગ રાજપીપલા તથા આર.એસ.ડોડીયા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર દેડીયાપાડાના સીઘા માર્ગદર્શન હેઠળ પોલીસ સબઇન્સ.પી.વી.પાટીલ સાગબારા પોલીસ સ્ટેશન તથા સાગબારા પોલીસ સ્ટાફના માણસો ઘનશેરા ચેક પોસ્ટ પરથી મહારાષ્ટ્ર તરફથી આવતી મહારાષ્ટ્ર સરકારીની જલગાંવ-અંક્લેશ્વરનુ બોર્ડ લગાડેલ બસ રજીસ્ટ્રેશન નંબર MH-20-BL-3428 માંથી દરમ્યાન આરોપી (૧) રઇસભાઇ રસીદભાઇ શેખ,( રહે. અમદાવાદ,૨૪૮સહેરી ગરીબ આવાસ યોજના, વટવા, ચાર માલીયા રોડ, અમદાવાદ)એ તેની પાસેની કાળા કલરની રેકઝીન બેગમાથી મળી આવેલ ત્રણ ખાખી કલરની સેલોટેપ વિટાઢેલ પાર્સલમા સુકો ગાંજો ૫.૯૩૫કિ.રૂ/-૫૯,૩૫૦/-તથા સફેદ કલરનો ઓપો મોબાઇલ નંગ-૧ જેની કિ.રૂ.૨૦૦૦/-તથા ભારતીય ચલણી નોટ ૫૦૦ દરની એક નોટ તથા બસની ટીકીટ તથા આધારકાર્ડ તથા પાનકાર્ડની નકલ તથા કાળી બેગ-૧ ની કી.રૂ.૦૦/૦૦ તથા (૨) રીઝવાનાબાનુ અનવર મન્સુરીની પત્નિ તથા સખાવતખાન અમિરખાન મન્સુરીની દિકરી (રહે.અમદાવાદ,૨૪૮,સહેરી ગરીબ આવાસ યોજના,વટવા, ચાર
માલીયા રોડ, અમદાવાદ) પોતાના કબજાના એક કાળા કલરની બેગમા સુકા ગાંજાના ખાખી કલરની સેલોટેપ વિટાળેલ પાર્સલ બેગમા સુકો ગાંજો ૪.૦૪૭ કિ.ગ્રા,કિ.રૂ.૪૦,૪૭૦/-તથા સફેદ કલરનો ઓપો મોબાઇલ નંગ-૧ જેની કી.રૂ.૩૦૦૦/- મળી કુલ મુદ્દામાલ સુકો ગાંજો ૯.૯૮૨ કિ.ગ્રા મળી કુલ મુદ્દામાલ ગાજાની કિમત રૂપીયા ૯૯,૮૨૦/- ના તમામ મુદ્દામાલની કુલ કિ.રૂ/-૧,૦૫,૩૨૦/-ના મુદ્દામાલ સાથે મળી પકડાઇ ગયેલ. બન્ને આરોપીઓ વિરૂધ્ધ સાગબારા પોલીસે N.D.P.S એકટ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીનાના નામ (૧) રઇસભાઇ રસીદભાઇ શેખ,ઉ.વ.૪૪. રહે. અમદાવાદ,૨૪૮સહેરી ગરીબ આવાસ યોજના, વટવા, ચાર માલીયા રોડ, અમદાવાદ (૨) રીઝવાનાબાનુ અનવર મન્સુરીની પત્નિ તથા સખાવતખાનઅમિરખાન મંસુરીની દિકરી ઉ.વ.૪૯. રહે.અમદાવાદ,૨૪૮,સહેરી ગરીબ આવાસ યોજના,વટવા, ચાર માલીયા રોડ, અમદાવાદ ઉપરાંત વોન્ટેડ આરોપીઓ (૧) આસીફ રહે. ભુશાવલ (મહારાષ્ટ્ર)અને (૨) મુકીમ અપ્પા રહે. અમદાવાદ,બાપુનગરને પકડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.
દીપક જગતાપ, રાજપીપલા