નડિયાદ પાસેના ડભણ-કમળા રોડ પર થોડા દિવસો પહેલા એક હીટ એન્ડ રનની ઘટના બની હતી. આઇસરે એક CNG રીક્ષાને ટક્કર મારી હતી. જેમાં રિક્ષામાં સવાર બે મહિલાઓને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું.
આઇસર ચાલકને શોધવા માટે નડિયાદ રૂલર પોલીસે રૂટ ઉપર આવતા તમામ ખાનગી સી.સી.ટી.વી ફુટેજ તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ (નેત્રમ) દ્વારા બનાવવાળી જગ્યાની આજુબાજુ લગાવવામા આવેલ સી.સી.ટી.વી કેમેરા ચેક કરતા બનાવ સમયે આઇસર ગાડી શંકાસ્પદ જણાઇ આવી હતી. જેથી ઇ-ગુજ કોપ દ્રારા આઇસર ગાડીના માલિકનું નામ સરનામુ મેળવી આઇસર ચાલકની હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા તપાસ હાથ ધરતા આરોપી આઇસર ચાલક મળી આવતા તેની પુછપરછ કરી હતી. આરોપી અલ્પેશભાઇ ભારતસિંહ પરમાર (રહે.લાડવેલ ચોકડી તા.કઠલાલ )નાઓએ આ અકસ્માત પોતાનાથી બનેલ હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસે આ અંગે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ