ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ ના ઉપલક્ષે જિલ્લા કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે કાર્યરત ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ કંટ્રોલરૂમ તથા માહિતી કેન્દ્રની જનરલ નિરીક્ષક સુરભી ગુપ્તા અને જિલ્લા ચૂંટણી અધિકારી કે.એલ.બચાણીએ મુલાકાત લીધી હતી.
ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ કંટ્રોલ રૂમ અંતર્ગત જિલ્લાના છ વિધાનસભા મતવિસ્તારો, રાજ્ય તથા જિલ્લાના ચૂંટણી અધિકારીઓની માહિતી, ચૂંટણી તથા ખર્ચ લક્ષી ફરિયાદ માટેના ટોલ-ફ્રી નંબર, મતદારોની આંકડાકીય માહિતી, વિશિષ્ટ મતદાન મથકો સહિત ચૂંટણી અગત્યની માહિતીની પ્રદર્શની માહિતી કેન્દ્ર સ્વરૂપે જિલ્લા માહિતી કચેરી, નડિયાદ દ્વારા યોજવામાં આવી છે. માહિતી કેન્દ્ર તથા ઈએમએમસી કન્ટ્રોલરૂમની મુલાકાતે આવેસ જનરલ નિરીક્ષક સુરભી ગુપ્તાએ કન્ટ્રોલરૂમની ટીમને ચૂંટણી સંબંધિત જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.
આ મુલાકાત દરમિયાન જનરલ નિરીક્ષક સુરભી તથા જિલ્લા ચૂંટણી અધિકરી દ્વારા સ્થાનિક ન્યુઝ ચેનલ જોવામાં આવી સાથોસાથ ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ કંટ્રોલરૂમના સભ્યોને ન્યુઝ મોનીટરીંગ અંગે જનરલ નિરીક્ષક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
ઉલ્લેખનીય છે કે જિલ્લાની ૧૧૫ -માતર અને ૧૧૬-નડિયાદ બેઠકનાં જનરલ નિરીક્ષક તરીકે સુરભી ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી કે.એલ.બચાણી,અધિક નિવાસી કલેકટર બી.એસ.પટેલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ કંટ્રોલરૂમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ