મહીલા આર્થિક રીતે સદ્ધર અને આત્મનિર્ભર બને એ હેતુસર કંસાઇ નેરોલેક પેઇન્ટ્સ લિમીટેડ, સાયખાના સી.એસ.આર ફંડમાંથી વાગરા ગામમાં સિલાઈ તાલીમ વર્ગનું ઉદ્દઘાટન પ્લાન્ટ હેડ રાજેશ પટેલ સાહેબ વરદ હસ્તે કરવામાં આવ્યું. આ તાલીમ વર્ગમાં વાગરા, આંકોટ અને પહાજ ગામની કુલ 35 જેટલી બહેનોને વિનામૂલ્યે તાલીમનો લાભ મળશે. તાલીમ પૂર્ણ થયા બાદ રોજગારી મળે એ અર્થે સિલાઈ મશીન આપવામાં આવશે. આ તાલીમ આપવાનું આયોજન વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રેસિડેન્ટ ધર્મેન્દ્ર સિંહ ચૌહાણ, વાગરા ગામના આગેવાન તથા વાગરા હાઇસ્કુલના ટ્રસ્ટી હરેશભાઈ પટેલ તેમજ કંસાઇ નેરોલેક પેઇન્ટ્સ લિમીટેડ સયખા કંપની સ્ટાફ હાજર રહ્યાં હતા.
Advertisement