Proud of Gujarat
FeaturedGujaratINDIA

અદાણી ફાઉન્ડેશન ઉમરપાડાના ચોખવાડામાં હેલ્થ કેમ્પ યોજશે.

Share

અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા આગામી રવિવાર 20 મી નવેમ્બરના રોજ સવારે 10 થી 04 વાગ્યા દરમિયાન ઉમરપાડા તાલુકાના- ચોકવાડા ગામની પ્રાથમિક શાળામાં મલ્ટીસ્પેશિયાલિટી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરે છે. જેમાં આ વિસ્તારના લોકો ભાગ લઈ શકે છે.

મેડિકલ કેમ્પ દરમિયાન નેત્ર ચિકિત્સક, ત્વચારોગ નિષ્ણાંત, ઓર્થોપેડિક (હાડકા ડૉક્ટર), ગાયનેકોલોજિસ્ટ (સ્ત્રીરોગ નિષ્ણાંત) અને જનરલ ફિઝિશિયન તબીબ હાજર રહી દર્દીઓની તપાસ કરી યોગ્ય સલાહ આપશે. જે દર્દીઓને જરૂર હશે એમને મફત દવાઓ પૂરી પાડવામાં આવશે અને જે દર્દીઓને જરૂર હશે તેમને ચશ્મા પણ આપવામાં આવશે. અદાણી ફાઉન્ડેશન દ્વારા આ કેમ્પનો લાભ લેવા માટે સ્થાનિક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ ના શુકલતીર્થ ગામ ખાતે કુમાર કન્યા શાળા ના વિદ્યાર્થીઓ ને ઉતરાણ પર્વ નિમિત્તે પતંગ દોરી નું વિતરણ કરાયું હતું

ProudOfGujarat

ભાજપ શાસિત રાજપીપળા નગરપાલિકાને ગંદકી બાબતે ખુદ ભાજપનાં જ સાંસદે સ્વચ્છતા બાબતે પત્ર લખવો પડયો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની સગીર યુવતીને એક ઇસમ લગ્નના ઇરાદે ભગાડી ગયો હોવાની આશંકા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!