ઝગ=ઘડીયા ખાતે MNC ગ્રુપ Conagra food કંપનીના કર્મચારીઓ દ્વારા પગાર વધારો મુદ્દે સવારના 6 વાગ્યેથી કંપનીના ગેટની બહાર બેસીની વિરોધ નોંધાવ્યો હતો. MNC ગ્રુપ હોવા છતાં પણ છેલ્લા 3 વર્ષથી નહીવત પગાર વધારો કરતા આખરે કર્મચારીઓ દ્વારા પગાર વધારો કરવાની માંગને લઈ આજરોજ કંપનીગેટ બહાર સવારથી હડતાળ કરવામાં આવી હતી.
મહત્વની બાબત છે કે આ અગાવ પણ બોનસ આપવા મામલે આજ રીતે કંપની દ્વારા કર્મચારીઓને સાથે અન્યાય કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, તેવામાં વધુ એક વાર ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ આ કંપની કામદારોની હડતાળને લઈ ચર્ચામાં આવી છે, ત્યારે હવે કંપની સત્તાધીશો કામદારોમાં ઉત્પન્ન થયેલા આ પ્રશ્નોનું ક્યારે નિરાકરણ લાવે છે તેના ઉપર સૌ કોઈ કામદારોની નજર મંડરાયેલી છે.
મહત્વની બાબત છે કે ભરૂચ જીલ્લો ઔધોગિક હબ તરીકે વિકસિત બનતો જીલ્લો બન્યો છે, તેવામાં જિલ્લામાં આવેલ અનેક એવા ઉધોગો છે જ્યાં બોનસ અથવા પગાર વધારાની માંગ સાથે કામદારોને આંદોલનો કરવા પડ્યા હોય તેવા અનેકો કિસ્સા વર્ષ ૨૦૨૨ ના ચાલુ વર્ષમાં સામે આવી ચુક્યા છે જેમાં ઝઘડિયા જીઆઇડીસી માંથી સામે આવેલા આ કિસ્સાનો પણ સમાવેશ થઇ રહ્યો છે.
હારુન પટેલ : ભરુચ