Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર ઉમેદવારોના હરીફો મજબૂત-ચૂંટણી જીતવા કમર કસવી પડશે..!!

Share

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ ના પ્રથમ તબક્કાના મતદાનને માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર ગતરોજ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોય પાંચેય બેઠકો ઉપર ૭૫ જેટલા ફોર્મ ભરાયા હતા જે બાદ હાલ ૪૬ જેટલા મુરતિયાઓ ચૂંટણીના જંગને જીતવા માટે મેદાનમાં ઉતર્યા છે.

આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના રાજકીય સમીકરણો મોટા ભાગે ભૂતકાળની અન્ય ચૂંટણીઓ કરતા અલગ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે, જ્યાં કલ્પના પણ ન કરી શકાય તે પ્રકારની રાજકીય ગતિવિધિઓ સતત ચર્ચાનું કેન્દ્ર બની રહી છે, એક તરફ બે સગા ભાઈ ચૂંટણીના મેદાનમાં છે તો બીજી તરફ પિતા,પુત્ર પણ આ રણમાં લડી લેવાના મૂડમાં સામ સામે ઉતરી આવ્યા છે.

Advertisement

મુખ્યત્વે પાર્ટીઓના ઉમેદવારોની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીઓ જીતવા માટે તમામ રાજકીય પક્ષો અને અપક્ષો એ ચૂંટણીના આ રણમાં કમર કસવી પડે તેવી સ્થિતિનું સર્જન ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક ઉપર વર્તમાન રાજકીય સ્થિતિને જોતા લાગી રહ્યું છે.

ભરૂચ જિલ્લાની પાંચ પૈકી ચાર વિધાનસભા બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જેવી સ્થિતિનું સર્જન થયું છે,જેમાં ભરૂચ, અંકલેશ્વર, વાગરા અને જંબુસરનો સમાવેશ થાય છે તો ઝઘડિયા વિધાનસભા બેઠક આ ચૂંટણીમાં જાણે કે જિલ્લાની હોટ ફેવરિટ બેઠક બની ચુકી છે, જેને જીતવા અને પોતાનું ગઢ બચાવવા માટે જ્યાં એક તરફ છોટુ વસાવા મેદાનમાં ઉતર્યા છે તો બીજી તરફ તેઓનો પુત્ર જ પિતાના વિજય રથને રોકવા માટેના પ્રયાસોમાં લાગી ગયો હોય તેમ લાગી રહ્યું છે.

ઝઘડિયા વિધાનસભા બેઠક જીતવી જ્યાં એક તરફ છોટુ વસાવા માટે શાખનો સવાલ છે તો બીજી તરફ ભાજપ, કોંગ્રેસના ઉમેદવાર આ બેઠક પર જીત મેળવી લાવે તો તેઓ માટે દિવાળી બોનસ સમાન સ્થિતિનું સર્જન થયું છે, આ બધા વચ્ચે આમ આદમી પાર્ટી પણ ગ્રાઉન્ડ કઈ રીતે ગોઠવી બેઠક પર મજબૂત બનીએ તેવી રણનીતિમાં જોતરાઈ છે.

આમ ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો પર ઝઘડિયામાં મુખ્યત્વે પાંચ પક્ષોના ઉમેદવાર વચ્ચે ટક્કર જામશે તો જિલ્લાની અન્ય ચાર બેઠકો ઉપર ભાજપ-કોંગ્રેસ મુખ્યત્વે કાંટે કી ટક્કરમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે, તેવામાં આગામી ૧ ડિસેમ્બરના રોજ મતદારોનો મિજાજ કંઈ પાર્ટીના ઉમેદવારને સત્તાના શિખર ઉપર પહોંચાડી શકે છે તે તો ૮ ડિસેમ્બરે જ્યારે મત પેટીઓ ખુલશે ત્યારે જ ખબર પડી શકે તેમ છે.

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

ભરૂચ : સંતરામ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ, નડિયાદ ખાતે યોજાયેલ ર મહાકુંભ ગાયન સ્પર્ધામાં ભરૂચના વ્રજ જોષીએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું.

ProudOfGujarat

વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ લેવા થઈ ધક્કામુક્કી…

ProudOfGujarat

મુંબઈ સ્થિત વેસ્ટ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ.એ ચેરમેન તરીકે જગદીશ કપૂરને નિયુક્ત કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!