ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ વાલિયા-નેત્રંગ રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે નેત્રંગ ચોકડી વિસ્તારમાં વોચમાં રહી મોટર સાયકલ પર પાયલોટિંગ કરી આઇસર ટેમ્પોમાં ચોર ખાનું બનાવી લાવવામાં આવી રહેલા ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે પોલીસે પાયલોટિંગ કરનાર બાઇક ચાલક સહિત અન્ય બે બુટલેગરોની લાખોની કિંમતના શરાબના જથ્થા સાથે ધરપકડ કરી હતી.
ભરૂચ ક્રાઇમ બ્રાંચે મામલે MH.04.EB 4239 નંબર ના આઇસર ટેમ્પો માં તલાશી લેતા આઇસર ટેમ્પોમાં ચોર ખાનુ બનાવી તેમાં ભારતીય બનાવટની વિદેશી શરાબને સંતાડયું હોવાનું માલુમ પડ્યું હતું, જે બાદ પોલીસે વિદેશી દારૂની નાની/મોટી કુલ ૨૭૪૮ બોટલો જેની કિંમત ૪,૮૩,૩૬૦ તેમજ આઇસર ટેમ્પો અને મોટરસાયકલ મળી કુલ ૧૦,૨૦,૮૬૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ક્રાઇમ બ્રાંચે મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં આરોપી (૧) સોયેબ ઇલ્યાસ પટેલ રહે, શેરપુરા (૨) પ્રથમેશ અશોકભાઈ ચૌહાણ રહે,દહિસર મહારાષ્ટ્ર તેમજ (૩) જેંસિંગભાઈ ધનજીભાઈ વસાવા રહે,વાડીગામ સુરત નાઓની ધરપકડ કરી મામલે અન્ય ત્રણ આરોપીઓ ભરૂચનો કુખ્યાત બુટલેગર નિયામત અલ્લી ઉર્ફે મુન્નો રાજ સહિત હરેશ ગૌડ અને નિતેષ ઉર્ફે બોડીયો વસાવાને વોન્ટેડ જાહેર કરી તમને તમામ સામે કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવતા નશાનો વેપલો કરતા તત્વો ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744