ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકી ૧૫૨ ઝઘડિયા વિધાનસભા બેઠક આજે ચર્ચાનું કેન્દ્ર બની હતી. ઝઘડિયા વિધાનસભા બેઠક પર સતત સાત ટમથી જીત મેળવી પોતાનો દબદબો કાયમ રાખનારા છોટુ વસાવાએ આજે ખુદ પોતાના પુત્ર અને પાર્ટીની સામે જ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ઝઘડિયા બેઠક પરના રાજકીય માહોલમાં ખળભળાટ મચ્યો હતો.
છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ બીટીપી ના સિમ્બોલ ઉપર ઝઘડિયા બેઠકથી પોતાની ઉમેદવારી નોંધાવી છોટુ વસાવા સામે જ પડતું મૂક્યું હતું જે બાદ છોટુ વસાવા ચૂંટણી લડશે કે કેમ તે અંગેની ચર્ચાઓ જામી હતી જે તમામ ચર્ચાઓનો આજે અંત આવ્યો હતો. આજે સવારે ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપર તેઓના નાના પુત્ર કિશોર વસાવા એ દરખાસ્ત કરી સમર્થકો સાથે છોટુ વસાવાની અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું,
અપક્ષ ઉમેદવારી કરવા જતાં પહેલાં છોટુ વસાવા એ પોતાની જીતના દાવા સાથે સોશિયલ મિડિયાના માધ્યમ થકી જણાવ્યું હતું કે ભાજપ સામે કોઇ લડી શકે તેમ નથી સાથે તેઓ ક્યાં પક્ષ કે સિમ્બોલ ઉપર લડશે તે બાબતે તેઓ જણાવ્યું હતું કે હું જ પક્ષ અને સિમ્બોલ છું તે પ્રકારનો હુંકાર કરી આજે પોતાની ઉમેદવારી કરી ઝઘડિયા બેઠક પરના રાજકીય માહોલ માં ગરમાવો લાગી મુક્યો હતો.
હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744