Proud of Gujarat
GujaratFeaturedINDIA

આને કહેવાય અંગત સંબંધો – ભરૂચ બેઠકના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો સામ સામે આવી જતા થયા અંદરો અંદર ઉત્સાહિત.

Share

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે વિવિધ પક્ષના ઉમેદવારો માટેની આજે ઉમેદવારી પત્રો ભરવા માટેનો છેલ્લો દિવસ છે. ભરૂચ ખાતે પણ ભરૂચ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રી અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જયકાંત પટેલ આજે ઉમેદવારી પત્ર ભરવા માટે પોતાના સમર્થકો સાથે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા.

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેલ ભાજપ – કોંગ્રેસના સમર્થકો અને ઉમેદવારો હળવા અંદાજમાં એકબીજાને મળતા જોવા મળ્યા હતા તેમાં પણ ખાસ કરીને ભરૂચ બેઠકના ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર રમેશ મિસ્ત્રી અને જયકાંત પટેલ પણ એકબીજાને જોઇ જાણે કે પોતાના પર કાબુ મૂકી શક્યા ન હતા અને રાજકારણમાં કોઈ કોઈનો દુશ્મન નહિ જેવી નીતિને આપવાની એકબીજાને શુભેચ્છાઓ આપતા નજરે પડ્યા હતા.

હળવા અંદાજમાં મોઢે હલકું સ્મિત અને ફેસ ટુ ફેસ વાતચીત કરી બંને ઉમેદવારો અંદરો અંદર ગડગડીટ થયા હોય તેમ આ તસ્વીર ઉપરથી કહી શકાય તેમ છે. ચૂંટણીના મેદાનમાં ભલે વિરોધી પણ અંગત સંબંધો તો બધા જ સાચવી લે તે બાબત આજની આ તસ્વીર પરથી કહી શકાય તેમ છે, બેઠક પર કોઈ પણ પક્ષ જીતે કે હારે પણ આ બંને ઉમેદવારો એ એકબીજાને શુભેચ્છાઓ આપી એકબીજાનું હૃદય જરૂર જીતી લીધું હશે તેવી ચર્ચાઓ હાલ જામી છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ભરૂચ પંથકની બે મહિલાઓ બનાવે છે માટીની ગણેશની મૂર્તિઓ, જાણો શું છે ખાસિયત ..?

ProudOfGujarat

લગ્નના ત્રણ દિવસ બાદ સુરતના સાસરીયાઓએ દહેજ માટે ગોધરાની પરણિતા પર અત્યાચાર ગુજારતા પોલીસ ફરિયાદ

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં લોકડાઉન દરમિયાન 14 થી વધુ શ્રમિકો, ફેરિયાઓ ગોધરાના રેનબસેરા ખાતે આશરો લઈ રહ્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!