ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આગામી ૧ ડિસેમ્બરના રોજ થવા જઇ રહ્યું છે, તે પહેલાં આજે પ્રથમ તબક્કામાં આવતી બેઠકોના ઉમેદવારો માટે ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ હોય વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો એ તાલુકા તેમજ જિલ્લા તથા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયો પરથી આજે સમર્થકોને સાથે રાખી શક્તિ પ્રદર્શન રૂપી રેલીઓ કાઢી પોતાની જીતના દાવાઓ સાથે ઉમેદવારી પત્રો ભર્યા હતા.
૧૫૩ ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં આજે ભાજપના ઉમેદવાર રમેશભાઇ મિસ્ત્રી દ્વારા શક્તિનાથ વિસ્તારમાં આવેલ તેઓના મધ્યસ્થ કાર્યાલય ખાતેથી સમર્થકો સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી ઉમેદવારી પત્ર ભરી બેઠક પર ફરી એકવાર કમળ ખીલશે તે પ્રકારે જીતના દાવા કર્યા હતા, તો બીજી તરફ ૧૫૩ ભરૂચ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયકાંતભાઇ પટેલે જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલયથી તેઓના સમર્થકો સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી જીતના દાવા સાથે પોતાનું ઉમેદવારી પત્રો ભર્યું હતું.
આજે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસના તમામ પાંચ બેઠકના ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું જેમાં ૧૫૦ જંબુસર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકીએ બેઠક પર ફરી પોતાની જીત ના દાવા સાથે જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ ખાતેથી સમર્થકો સાથે રેલી યોજી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું, તો ૧૫૧ વાગરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલે જિલ્લા કોંગ્રેસ કાર્યલયથી શક્તિ પ્રદર્શન રૂપી રેલી યોજી પોતાની જીતના દાવા સાથે કલેક્ટર કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
ભરૂચ જિલ્લાની ૧૫૨ ઝઘડિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રિતેશ વસાવાએ પણ પોતાના સમર્થકો સાથે જીતના દાવા સાથે વાલિયા તાલુકા કોંગ્રેસ કાર્યલયથી સમર્થકો સાથે જઇ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું, તો ૧૫૪ અંકલેશ્વર વિધાનસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર વિજયસિંહ (વલ્લભ)પટેલે પણ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતેથી પોતાના સમર્થકો સાથે જઈ જીતના દાવા વચ્ચે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું, આમ ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક પરના કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવારો એ પોતાની ઉમેદવારી પત્ર ભરી જીતના દાવા કર્યા હતા.
ભરૂચ જિલ્લા પાંચ વિધાનસભા બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારોનો પણ રાફડો ફાટ્યો હતો, તેમાં પણ ભરૂચ બેઠક, વાગરા બેઠક, જંબુસર બેઠક, ઝઘડિયા બેઠક, અંકલેશ્વર બેઠક પર અપક્ષ ઉમેદવારો પણ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્રો ભરી પોતાની જીતના દાવા કર્યા હતા.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744